GSTV
Home » News » ઘરે બેઠા અહીં પૈસા લગાવવા પર FD કરતાં 4 ગાણો વધારે મળશે ફાયદો! જાણો આ ફંડ વિશે બધુ જ

ઘરે બેઠા અહીં પૈસા લગાવવા પર FD કરતાં 4 ગાણો વધારે મળશે ફાયદો! જાણો આ ફંડ વિશે બધુ જ

દેશમાં સોનાની કિંમતો સતત નવી ઉંચાઈને સ્પર્શી રહી છે. એવામાં તમારી પાસે મોટો નફો કમાવવાની સારી તક છે. કારણકે, ફિક્સડ ડિપોઝીટ પર પણ તેજીથી રિટર્ન ઘટી રહ્યુ છે. પાછલા એક વર્ષમાં એફડીમાં વ્યાજદરોમાં 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગોલ્ડ સાથે જોડાયેલાં ગોલ્ડ ઈટીએફની સ્કીમમાં પૈસા લગાવવાવાળાઓને 38 ટકા સુધીનું રિટર્ન મળ્યુ છે. જ્યારે એક્સપર્ટ મુજબ સોનાની કિંમતોમાં તેજી રોકાવાની કોઈ આશા હાલમાં દેખાઈ રહી નથી. એવામાં તમારી પાસે ગોલ્ડ ઈટીએફમાં પૈસા લગાવીને મોટું રિટર્ન કમાવવાની સારી તક છે.

શું હોય છે Gold ETF

(એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) મ્યુચ્યુઅલ ફંડનો જ એક પ્રકાર છે. જે સોનામાં રોકાણ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાનું યુનિટ્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે.

FD પર મળે છે ફક્ત 7.9% નફો

એક વર્ષની અવધિ પર જો તમે RBL બેંકમાં FD કરો તો 7.9 ટકાના દરથી તમારી રકમ 10,000માં વધીને 814 રૂપિયા મળે છે. તો લક્ષ્મી વિલાસ બેંકમાં એફડી પર પૈસા લગાવો તો 7.75 ટકા લેખે 10,798 રૂપિયા મળશે. તો દેશની અન્ય બેંકો 7 ટકા જેટલું જ વ્યાજ આપે છે.

અહીં મળશે ત્રણ ગણું વધારે રિટર્ન

Kotak World Gold Fundએ એક મહીનામાં 32 ટકા રિટર્ન આપ્યુ છે. તેના બાદ DSP World Gold Fundએ એક વર્ષમાં 38 ટકા રિટર્ન આપ્યુ છે. ગોલ્ડ ફંડ્સ માટે એક વર્ષ માટે સરેરાશ સીએજીઆર રિટર્ન 26 ટકા છે.

હજી પણ  છે તક

સોનાની કિંમતો તેજીથી વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજ ટ્રેન્ડ છે. જૂનમાં સોનું ઔંશદીઠ 1300 ડોલર પર હતુ. જે ઓગષ્ટમાં વધીને ઔંશદીઠ 1500 ડોલર પર પહોંચી ગયુ હતુ. સ્થાનિક બજારમાં સોનું જૂન મહિનામાં 33000 રૂપિયાના સ્તરે હતુ જે ઓગષ્ટમાં તેના સર્વોચ્ચ સ્તર 38000 રૂપિયા પર પહોંચી ગયુ હતુ. ઓગષ્ટમાં 10 દિવસમાં સોનું લગભગ 7 ટકા સુધી પહોંચી ગયુ હતુ. આગળ પણ એક્સપર્ટસ સોનાની કિંમતો 41 હજાર રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન લગાવી રહ્યા છે.

ગોલ્ડ ETFના આ ફાયદાઓ વિશે જાણો

ગોલ્ડ ઈટીએફ સોનામાં રોકાણ આધુનિક, ઓછું ખર્ચાળ અને સુરક્ષિત સાધન છે. આમા તમારા દ્વારા ખરીદાયેલાં યુનિટ તમારા ડિમેટ ખાતામાં રહે છે. તમે જ્યારે પણ તેને વેચવા માંગો તો તમારા ગોલ્ડ ઈટીએફની કિંમતની બરાબર રકમ લઈ શકો છો. અમુક ગોલ્ડ ઈટીએફ સ્કીમ્સમાં તમારે મેચ્યોરિટીના સમય બરાબર કિંમતનું સોનું લેવાનો વિકલ્પ પણ મળે છે.

કેવી રીતે લગાવશો પૈસા

તમારે કોઈ શેર બ્રોકર પાસે તમારુ ટ્રેડિંગ કે ડિમેટ ખાતું ખોલાવવાનું રહેશે. તમે તેને લમ્પ-સમ અથવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા નિયમિત અંતરાલથી પણ ખરીદી શકો છો. તેમ એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. આમ બજારને વધુ સમય આપવાને બદલે SIPમાં રોકાણ કરો. કોઈ પણ શેર બ્રોકરની પાસે પોતાનું ટ્રેડિંગ અને ડિમેટ ખાતુ ખોલાવો. તમારા લોગઈન આઈડી અને પાસવર્ડથી બ્રોકરના ઓનલાઈન પોર્ટલ પર લોગઈન કરો. ગોલ્ડ ઈટીએફ પસંદ કરો જેને તમે ખરીદવા માંગો છો. જેટલાં યુનિટ તમે ખરીદવા માંગો છો તેટલાં ગોલ્ડ ઈટીએફ યુનિટ્સ માટે પોતાનો પર્ચેસ ઓર્ડર આપો. તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. ટ્રેડ કરવાના દિવસે અથવા પછીના દિવસે યૂનિટ્સ તમારા ડિમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે.

READ ALSO

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!