GSTV
Home » News » આ ડીશ ચાખવાની કીમત જાણી થશે આશ્ચર્ય,સામાન્ય માણસ તો…..

આ ડીશ ચાખવાની કીમત જાણી થશે આશ્ચર્ય,સામાન્ય માણસ તો…..

દુનિયામાં રોજ એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે તેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એકતરફ દુનિયામાં એવા લોકો છે જે દિવસભર મહેનત કરી અને બે ટાઈમ જમવા માટે પૈસા એકઠા કરે છે જ્યારે બીજી તરફ એવા લોકો પણ છે જેના માટે 70 હજારની વાનગી ખાવી પણ સામાન્ય વાત છે. આ મોંઘી વાનગી ન્યૂયોર્કના એક રેસ્ટોરન્ટમાં બને છે જેને ખાવાની કલ્પના સામાન્ય વ્યક્તિ કરી પણ ન શકે. આ રેસ્ટોરન્ટની એક પ્રખ્યાત વાનગી છે જેમાં ચિકન વિંગ્સ પર સોનાનો વરખ લગાવી અને પીરસવામાં આવે છે.

દેખાવમાં કદાચ સામાન્ય લાગે પરંતુ આ વાનગી પર જે સોનેરી પડ દેખાય છે તે સાચા સોનાનું બનેલું હોય છે. 24 કેરેટ સોનાના વરખ લગાવેલી આ વાનગી રાતોરાત પ્રખ્યાત થઈ હતી. આ સાથે જ ન્યૂયોર્કનું રેસ્ટોરન્ટ પણ ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે. આ વાનગી બનાવવા માટે સામાન્ય ચિકન વિંગ્સને 12 કલાક લીંબૂ અને તમાલપત્રવાળા પાણીમાં પલાળી રાખવામાં આવે છે.

ત્યારબાદ તેને આદુ, મરચાંની પેસ્ટ સાથે મેરીનેટ કરવામાં આવે છે. મેરીનેટ થયા બાદ વિંગ્સને બેક અને ફ્રાય કરવામાં આવે છે. ફ્રાય કર્યા બાદ તેને 24 કેરેટના પાણીમાં પલાળી દેવામાં આવે છે. અને પલાળ્યા બાદ તેના પર સોનાનો વરખ લગાડવામાં આવે છે અને ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે.

આ વાનગીની એક પ્લેટની કીમત 70 હજાર રુપિયા છે. એક પ્લેટમાં 5 વિંગ્સ આવે છે જેના પર 200 ડોલરનું સોનું ચઢેલું હોય છે. આ વાનગી ખાનાર લોકો જણાવે છે કે તેમાં સોનાનો કોઈ સ્વાદ નથી આવતો બસ તે વાનગીના દેખાવને શાહી બનાવે છે.

READ ALSO

Related posts

એક જ કાગળ પર બે ઈમેજ પ્રિન્ટ કરવી છે, તો અપનાવો આ સરળ ટીપ્સ

Arohi

ટ્રમ્પના એરફોર્સ વનની દેખરેખની જવાબદારી ભારતના બે ઘાતક પ્લેનને સોંપાઈ, એરફોર્સ પૂર્ણ પાડશે સુરક્ષા કવચ

Mayur

ફેસબુકે હવે એ વસ્તુ ખરીદી છે જેનાથી તમે ક્યાં છો તેની તાત્કાલિક ખબર પડી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!