GSTV

સોના-ચાંદીના વેચાણમાં થયો આટલા ટકાનો ઘટાડો, વેપારીઓ માટે છેલ્લા 10 વર્ષની સૌથી ખરાબ ધનતેરસ

Jewelry

Last Updated on October 27, 2019 by pratik shah

નબળી માંગ અને કિંમતી ધાતુઓની ઉંચી કિંમતોને કારણે ધનતેરસમાં સોના-ચાંદીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ધનતેરસ પર સોના, ચાંદી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. જો કે જ્વેલર્સ કહે છે કે આ વખતે દેશભરના મોટાભાગના બજારો ઠંડા જોવા મળી રહ્યા હતા.

ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

વેપારીઓએ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો અને ઉપભોક્તા દ્વારા ખર્ચમાં ઘટાડા વિશે વાત કરી. શુક્રવારે દિલ્હીમાં સોનુ 220 રૂપિયા વધીને 39,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે. ગયા વર્ષે ધનતેરસમાં સોનું 32,690 રૂપિયા હતું. આ સમયગાળા દરમિયાન ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. રિટેલ વેપારીઓના સંગઠન સીએટી અનુસાર, આ વર્ષે સાંજ સુધીમાં આશરે 6,000 કિલો સોનું ધનતેરસમાં વેચવાનો અંદાજ છે. તેની કિંમત આશરે 2,500 કરોડ રૂપિયા છે.

ગયા વર્ષે આટલું હતું વેચાણ

ગયા વર્ષે ધનતેરસ પર 17,000 કિલો સોનું વેચાયું હતું. તેની કિંમત 5,500 કરોડ રૂપિયા હતી. સીએટીની સોના અને ઝવેરાત સમિતિના અધ્યક્ષ પંકજ અરોરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અનુમાન મુજબ આ વખતે કારોબારમાં 35-40 ટકાનો ઘટાડો થયો છે. વેપારીઓ માટે આ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સોના-ચાંદીના ભાવમાં વધારાને કારણે વેચાણ ઘટ્યું છે.

છેલ્લા 10 વર્ષની સૌથી ખરાબ ધનતેરસ

અરોરાએ કહ્યું કે તે કદાચ છેલ્લા 10 વર્ષમાં વેપારીઓ માટે સૌથી ખરાબ ધનતેરસ હતી. અખિલ ભારતીય રત્ન તેમજ આભૂષણ ઘરેલું પરિષદના ચેરમેન અનંદ પદ્મનાભને કહ્યું કે, માત્રાના આધારે વેચાણમાં ગત વર્ષ કરતાં 20 ટકાના ઘટાડાનું અનુમાન છે. ગત વર્ષ કરતાં વેચાણ ઓછું થયું છે, કેમ કે કિંમતી ધાતુઓની કિંમત ખુબ જ વધેલી છે. તેઓએ કહ્યું કે, મોટાભાગના ગ્રાહકોએ શુભ કામ માનતાં ઓછા કિંમતની વસ્તુઓ ખરીદી છે. અને લોકો લગ્નના આભૂષણો માટે કિંમત ઓછી થવાની રાહ જોઈ રહ્યા છે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!