GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સોનાએ રચ્યો વધુ એક ઈતિહાસ, ચાંદી 50 હજારની પાર પહોંચ્યુ

corona

સોના ચાંદીની કિંમતોમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે સોનુ એક નવો ઈતિહાસ રચી ઓલ ટાઈમ હાઈ 49,122 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, બુધવાર સવારે દેશના સર્રાફા બજારોમાં 24 કેરેટ સોનાનો હાજર ભા 510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉછળીને 48,954 રૂપિયા પર ખુલ્યો હતો જે સાંજે 49,122 રૂપિયા પર પહોંચી ગયો છે. સોના રેટમાં આજે 678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઉછાળો જોવા મળ્યો છે. આ પહેલા 1 જુલાઈના રોજ સોનુ 48,980 રૂપિયા પર પહોંચી ગયો હતો. તો ચાંદી આજે 1270 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી સાથે 50,140 રૂપિયા પર પહોંચી ગઈ છે. બુધવારે વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.05 ટકાની તેજી સાથે વર્ષ 2011 બાદ પ્રથમ વખત 1810.80 ડોલર પ્રતિ સરેરાશ સુધી ઉછળ્યો છે. વીતેલા 9 વર્ષમાં પ્રથમ વખત સોનાએ 1800 ડોલર પ્રતિ સરેરાશના સ્તરને તોડ્યો છે.

સોના વાયદા કિંમતોમાં તેજી

બુધવારે સોનાની કિંમત 88 રૂપિયાની તેજીની સાથે 48,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એમસીએક્સમાં સોનાનો ઓગષ્ટ મહિનામાં ડિલીવરીવાળા અનુબંધની કિંમત 88 રૂપિયા અથવા 0.18 ટકાની તેજીની સાથે 48,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જેમાં 11.200 લોટની Rsમાટે ધંધો શરૂ થયો છે. બજાર વિશ્લેશકોએ કહ્યુ છે કે, કારોબારીયોની તાજા લિવાલીથી મુખ્યઃ સોનાની કિંમતોમાં તેજી આવી છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.05 ટકાની તેજીની સાથે 1,810.80 ડોલર પ્રતિ સરેરાશ થઈ ગયો છે.

સારા રિટર્નની ગેરંટી બન્યુ સોનુ

વર્ષ 2001 બાદથી સોનાનો પ્રતિવર્ષ 13 ટકાનુ રિટર્ન આપ્યુ છે. છેલ્લા 5 વર્ષમા તો સોનાનો પ્રતિવર્ષ 14.7 ટકાનો લાભ આપ્યો છે. છેલ્લા 10 વર્ષમાં સોનાનો પ્રતિ વર્ષ 10.1 ટકા અને છેલ્લા 5 વર્ષમાં પ્રતિ વર્ષ 12.8 ટકાનો લાભ આપ્યો છે. બીજી તરફ સોનાએ 55 ટકા રિટર્ન આપ્યુ છે. છેલ્લા 6 મહિનામાં જ 24 ટકા સુધી તેની કિંમત વધી ગઈ છે.

શા માટે વધ્યા સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષમાં ડોલરની સરખામણીમાં રૂપિયામાં સતત ઘટાડો નોંધાયો છે અને તેનાથી સોનાની કિંમતો પણ વધી રહી છે. દેશના મુશ્કેલ આર્થિક સમયમાં પ્રવેશ કરવાન સાથે ડોલરની સરખામણીમાં રૂપિયાનુ મુલ્ય ઓછુ રહેવાની આશંકા વધારે છે. અમેરિતી શેરોની અસર દુનિયાભરના શેર બજાર પર પડી છે. તેથી જો અમેરિકી શેર નીચે જાય છે, તો આ સોના માટે સારા સમાચાર છે. બીજી તરફ સાવધિ જમા પર પણ વ્યાજ ઓછુ થયુ છે.

READ ALSO

Related posts

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!