વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાતા, સ્થાનિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જણાવી દઈએ કે, અમેરિકામાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે સોના-ચાંદીના ભાવ પર ભારે અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે, 20 જાન્યુઆરીના જો બાયડેન રાષ્ટ્રપતિ પદ પર ચાર્જ સંભાળશે, પરંતુ તે પહેલા ટ્રમ્પના સમર્થકો અને ખુદ ટ્રમ્પે લોકશાહીનો પાયો ખળભળાવીને રાખી દીધો છે. રાજકીય અનિશ્ચિતતાને કારણે કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં 6000 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

8 જાન્યુઆરી એટલે શુક્રવારે માર્કેટ બંધ થવા પર MCX પર ચાંદીના રેટમાં 6000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે માર્ચ ડિલિવરીવાળી ચાંદી 6112 રૂપિયાના ઘટાડા સાથે 63850 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી. આ જ રીતે મે ડિલિવરીવાળી ચાંદી 6042 રૂપિયાના ઘટાડા સાથે 64938 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.
ગોલ્ડ ડિલિવરીમાં ભારે ઘટાડો
ગોલ્ડ ડિલિવરીમાં સપ્તાહના અંતિમ દિવસે 2000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે આ સપ્તાહના બજાર બંધ થવા પર MCX પર ફેબ્રુઆરી ડિલિવરવાળું સોનું 2086 રૂપિયાના ઘટાડા સાથે 48818 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. આ રીતે એપ્રિલ ડિલિવરીવાળું સોનું 2077 રૂપિયાના ઘટાડા સાથે 48863 રૂપિયાના સ્તર પર અને જૂન ડિલિવરીવાળું સોનું 962 રૂપિયાના ઘટાડા સાથે 50014 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

ઇન્ટરનેશનલ માર્કેટનો રેટ
આ ઘટનાની ઇન્ટરનેશનલ માર્કેટ પર પણ અસર પડી છે. આ અઠવાડિયે ફેબ્રુઆરી ડિલિવરી વાળુ સોનુ 63.70 ડોલરનો ઘટાડો (3.30 ટકા) સાથે 1849.90 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર બંદ થયુ. કારોબાર દરમિયાન તે 1828 ડોલરના સ્તરે પહોંચી ગયુ હતુ. માર્ચ ડિલિવરી વાળી ચાંદી 1.76 ડોલર (6.49)ના ઘટાડા સાથે 25.49 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર બંધ થયુ.
સર્રાફા બજારનો રેટ
ડિલિવરી ગોલ્ડ-સિલ્વરમાં ઘટાડાના કારણે સર્રાફા બજારમાં પણ તેની કિમત પર દબાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનાની કિંમતમાં 614 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને તે 49,763 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયુ. ગુરુવારે પણ સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો. ગુરુવારે સોનુ 714 રૂપિયા સસ્તુ થયુ હતુ. ચાંદીની કિંમતમાં પણ 1609 રૂપિયાનો ભારો ઘટાડો નોંધાયો. ચાંદીની કિંમત 67518 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ. ગુરુવારે ચાંદીની કિંમતમાં પણ 386 રૂપિયાનો ઘટાડો નોંધાયો.
READ ALSO
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ