અમદાવાદ શહેરના બુલિયન વેપારી સાથે છેતરપીંડી થયાનો અહેવાલ સામે આવ્યા છે. વેપારીને ત્યાં કાર્યરત કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. 13 કરોડ 50 લાખ રૂપિયાનું સોનું લઈને પાંચ શખ્સો ફરાર થઈ ગયા બાદ પોલીસ આ મામલે એક્શનમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદથી કર્મચારીને મુંબઈ જતી બસમાં બેસાડ્યા હતા અને આ સોનું મુંબઈ પહોંચાડવાનું હતું, પણ મુંબઈ સોનું પહોંચ્યું નહીં, અને આરોપીઓએ છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા.
મુંબઇ સોનુ લઇ જવાતા પહેલા જ આરોપીઓએ કરી છેતરપિંડી
- 13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર
- ક્રાઇમબ્રાંચમાં નોંધાઇ ફરિયાદ
- મુંબઇ સોનું લઇ જવાતા પહેલા જ આરોપીઓએ કરી છેતરપિંડી
- રસ્તામાં બસ રોકાવી કારમાં સોનું લઇ ફરાર
- ક્રાઇમબ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી
બન્ને બેગો સોનાથી ભરેલી હતી, જેમાં એક બેગ વેપારીના કર્મચારી પાસે હતો અને બીજી બેગ વેપારીના મિત્ર પાસે હતી. આ કર્મચારી સાથે વેપારીનો મિત્ર પણ હતો. જ્યારે બસ અમદાવાદથી મુંબઈ તરફ રવાના થઈ અને ભરૂચ- અંકલેશ્વર હાઈવે પર બસ રોકાઈ હતી, તે દરમ્યાન વેપારીનો મિત્ર બસમાંથી ઉતરીને ફ્રેશ થવા જેવો ગયો અને કર્મચારીએ આ તકનો લાભ લઈને બન્ને બેગ સાથે એક કારમાં અન્ય સાથીદારો સાથે તરત બેસીને તે નાસી છૂટ્યો હતો. અને વેપારીને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યાર બાદ વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો