GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બજાર કરતા 2000 રૂપિયા સસ્તું સોનું, સરકાર આપી રહી છે સુવર્ણ તક! આજે છેલ્લો દિવસ

સોનું

કોરોનાના આ સંકટમાં સુરક્ષિત રોકાણ માટે બસ સોનું જ એક મજબૂત ઓપ્શન બની રહ્યું છે. માટે સોનાની કિંમતમાં સતત તેજી આવી રહી છે. માર્કેટ એક્સપર્ટ આ સમયે સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે. કારણ કે આ વર્ષે ગોલ્ડના ભાવ 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. ત્યાં જ સર્રાફ બજારમાં હવે કિંમત 50 હજાર પ્રતિ દર ગ્રામની પાર પહોંચી ગઈ છે.

48,000ની કિંમત પર સોનું ખરીદવાનો શાનદાર મોકો

એવામાં પણ તમારી પાસે 48,000ની કિંમત પર સોનું ખરીદવાનો શાનદાર મોકો છે. સાવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં તમે 4852 રૂપિયા પ્રતિ ગ્રામના હિસાબે સોનામાં રોકાણ કરી શકો છો. તેનો મતલબ સ્પષ્ટ છે કે જો તમારે 10 ગ્રામ સોનું જોઈએ તો તમારે 48,520 રૂપિયા ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઈએ કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં સોનું ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ટેક્સ છુટ પણ મળે છે.

સોનું

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Gold Bond Scheme)

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (Gold Bond Scheme) હેઠળ સોનું ખરીદવાની કંઈક નિયમ છે. આ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડમાં ઓછામાં ઓછુ રોકાણ એક ગ્રામ છે. તેના રોકાણને ટેક્સ પર પણ છુટ મળે છે. રોકાણ સ્કીમ દ્વારા બેન્કથી લોન પણ લઈ શકાય છે. વધુ એક ખાસ વાત એ છે કે આ સ્કીમમાં ખરીદવામાં આવેલા સોના પર તમને ડોઢ ટકાના વાર્ષિક દરથી વ્યાજ પણ મળે છે. સાવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં સોનાને ખરીદીને ઘરમાં નથી રાખવામાં આવતું. પરંતુ બોન્ડમાં રોકાણના રીતે તોનો ઉપયોગ કરવાનો રહે છે. બોન્ડ વાળા સોનાની કિંમત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. ધાતુ સોનાની માંગમાં કમી લાવવા માટે સરકારે નંબર,2015માં ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી.

સોનું

આવો જાણીએ ક્યાંથી અને કઈ રીતે ખરીદી શકીએ છીએ સસ્તું સોનું

  1. જો તમે આ સ્કીમમાં સોનું ખરીદતા સમયે ડિઝીટલ પેમેન્ટ કરો છો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છુટ મળશે.
  2. ગોલ્ડ બોન્ડનું વેચાણ બેન્ક, ભારતીય સ્ટોક હોલ્ડિંગ નિગમ લિમિટેડ (SHCIL)અને અમુક પસંદગીની પોસ્ટ ઓફિસ અને માન્યતાપ્રાપ્ત શેર બજારો જેવી ભારતીય રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા થાય છે.
  3. ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડની તરફથી પાછલા 3 દિવસ 999 પ્યોરિટી વાળા સોનાની આપવામાં આવેલી કિંમતોના આધાર પર આ બોન્ડની કિંમત રૂપિયામાં નક્કી થાય છે. સ્કીમ હેઠળ ઈનિશિયલ ઈન્વેસ્ટમેન્ટ પર 2.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે.
  4. આ સોવરેન ગોલ્ડ બોન્ડ સોનાની કિંમતો સાથે જોડાયેલા હોય છે. જેવો સોનાની કિંમતમાં વધારો થાય છે. તેવું જ તમારૂ રોકાણ પણ ઉપર આવે છે. ગોલ્ડ ઈટીએફના મુકાબલે તેના માટે તમને વાર્ષિક કોઈ ચાર્જ પણ નહીં આપવાનો રહે. તમે આ બોન્ડના આધાર પર લોન પણ લઈ શકો છો. આ બોન્ડ પેપર અને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોય છે તો તેનાથી તમને ફિઝિકલ ગોલ્ડની જેમ જ લોકરમાં રાખવાનો ચાર્જ પણ નથી ઉઠાવવો પડતો.
  5. બોન્ડની કિંમતે સોનાની કિંમતોમાં અસ્થિરતા પર નિર્ભર કરે છે. સોનાની કિંમતોમાં ઘટાડો ગોલ્ડ બોન્ડ પર નકારાત્મક રિટર્ન આપે છે. આ અસ્થિરતાને ઓછુ કરવા માટે સરકાર લાંબા સમયગાળા વાળા ગોલ્ડ બોન્ડ જાહેર કરી રહ્યા છે. આ રોકાણનો સમયગાળો 8 વર્ષ હોય છે પરંતુ તમે 5 વર્ષ બાદ પણ તમારા પૈસા કાઢી શકો છો. પાંચ વર્ષ બાદ પૈસા કાઢવા પર કેપિટલ ગેન ટેક્સ પણ નથી લાગતો.
  6. જરૂરિયાત પડવા પર ગોલ્ડ કવરેજમાં બેન્ક પાસેથી લોન પણ લઈ શકાય છે. ગોલ્ડ બોન્ડ પેપરને લોન માટે કોલેટરલના રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે. આ પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેમ હોય છે.

Read Also

Related posts

કેબિનેટ મંત્રીનું નિવેદન, ખેડૂતોના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય

pratik shah

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!