GSTV

રાજ્યસભામાં ગોગોઈ : કોંગ્રેસે કહ્યું, ‘રહેવા દેજો…’

Last Updated on March 18, 2020 by Mayur

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકેનું નોમિનેશન સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભાના સભ્ય તરીકે સોમવારે તેમને નોમિનેટ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા તેમની પસંદગી અંગે ગોગોઈએ કહ્યું, ‘હું સંભવત: કાલે દિલ્હી આવીશ. પહેલા હું રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈ લઉં. ત્યાર પછી હું વિસ્તારથી મીડિયા સાથે વાત કરીશ કે મેં આવું શા માટે કર્યું અને હું રાજ્યસભામાં શા માટે જઈ રહ્યો છું.’

ગોગોઈએ ઈન્કાર કરી દેવો જોઈએ

કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ જસ્ટિસ ગોગોઈની પસંદગી પર સવાલ ઊઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ગોગોઈએ રાજ્યસભામાં જવાનું સ્વીકાર કરવાનો ઈનકાર કરી દેવો જોઈએ, કારણ કે તેનાથી ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર અસર થશે. બીજીબાજુ કેટલાક નેતાઓએ તેમને જૂના નિવેદનોની યાદ અપાવતા આ નોમિનેશનનો ઈનકાર કરી દેવાની સલાહ આપી હતી.

નોમિનેશન સ્વીકારી લીધું છે

જોકે, રાજ્યસભાના તેમના નોમિનેશન અંગે ટીકાઓના જવાબમાં ગોગોઈએ ગુવાહાટીમાં એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, મેં રાજ્ય સભામાં સભ્યનું નોમિનેશન સ્વીકારી લીધું છે, કારણ કે હું સ્પષ્ટપણે માનું છું કે રાષ્ટ્રના ઉત્થાન માટે સંસદ અને ન્યાયતંત્રે ચોક્કસ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવું જોઈએ. સંસદમાં મારી હાજરી સંસદમાં ન્યાયતંત્રના મંતવ્યો વ્યક્ત કરવાની રીત સમાન છે. જોકે, આ સંદર્ભમાં હું દિલ્હીમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી વધુ વિગતે વાત કરીશ તેમ ગોગોઈએ જણાવ્યું હતું.

કોણ છે ગોગોઈ ?

જસ્ટિસ રંજન ગોગોઈ દેશના પૂર્વોત્તરના રાજ્યમાંથી ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ પર પહોંચનારા પહેલા જસ્ટિસ હતા. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ નિવૃત્ત થતાં પહેલાં અયોધ્યામાં રામ મંદિરનો વર્ષો જૂના વિવાદમાં હિન્દુઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશપદે રહીને રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે અનેક મોટા ચૂકાદા આપ્યા હતા. તેમાં સબરીમાલા, અયોધ્યા મંદિર, રાફેલ ફાઈટર વિમાન સોદાની તપાસ અંગેની અરજીઓ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રેસ કોન્ફરન્સ કરી અને ઈતિહાસ બની ગયો

ઉપરાંત સુપ્રીમ કોર્ટની ગરીમા જાળવવા માટે સુપ્રીમ કોર્ટના જ ન્યાયાધીશ જે. ચેલમેશ્વરના નેતૃત્વમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મારફત રંજન ગોગોઈએ જ અવાજ ઊઠાવ્યો હતો. જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની કાર્ય પ્રણાલીથી નારાજ ચાર ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દેશના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આંતરિક બાબતો અંગે મીડિયાની સામે આવ્યા હતા અને તેમણે પરોક્ષ રીતે મોદી સરકારની ટીકા કરી હતી.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!