GSTV
Home » News » દિલ્હી: ગોગી અને ટિલ્લૂ ગેંગ વચ્ચે ગેંગવોરની ઘટનામાં ત્રણના મોત

દિલ્હી: ગોગી અને ટિલ્લૂ ગેંગ વચ્ચે ગેંગવોરની ઘટનામાં ત્રણના મોત

દિલ્હીમાં ગોગી અને ટિલ્લૂ ગેંગ વચ્ચે ગેંગવોરની ઘટનામાં ત્રણના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. બુરાડી વિસ્તારમાં થયેલા ઝઘડામાં ટિલ્લૂ ગેંગના રાજૂનું મોત થયું છે. ગેંગવોરની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

aસીસીટીવીમાં જોઈ શકાય છે કે, સ્કોર્પિયો કાર લઈને આવેલા કેટલાક શખ્સોએ જીમમાંથી બહાર નિકળી રહેલા બે શખ્સો પર બેફામ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં મહિલા સહિત સાત લોકો ઘાયલ થયા છે. ગોળીબારમાં ઘાયલ થયેલા ટિલ્લૂ ગેંગના રાજુનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગોળીબાર કરીને તોફાની શખ્સો ફરાર થયા હતા. ગોળીબાર કરનાર શખ્સોએ કોઈનું અપહરણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસે અપહરણની ઘટનાને રદીયો આપી રહી છે, જ્યારે પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અહીં રાત્રે જ નહીં, દિવસે પણ એકલા નીકળતાં લોકો થરથરતા બીકથી, અને એક દિવસ…..

NIsha Patel

તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

Mansi Patel

આગામી 4 દિવસમાં ન કરતાં આવી ભૂલ, નહી તો પડશે 4 લાખનો ફટકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!