GSTV

અદભુત / આ વિસ્તારના તલાટીએ ભેગાં કર્યા વિશિષ્ટ છાપ ધરાવતા દીવાસળીના 2 લાખ ખાલી ખોખાં

Last Updated on June 28, 2021 by Dhruv Brahmbhatt

સામાન્ય રીતે લોકો દિવાસળીનો ઉપયોગ કર્યા પછી ખાલી ખોખુ ફેંકી દેતા હોય છે. પરંતુ ગોધરાના તલાટી ૬૨ વર્ષીય શાંતિલાલ પરમાર એક એવા વ્યક્તિ છે કે જેમણે પોતાના ઘરમાં રહેલા તો ઠીક પણ લોકો દ્વારા બહાર કચરામાં ફેંકેલા ખોખાને વીણીને તેનું કલેક્શન કર્યું છે. તેમણે છેલ્લા ૪૬ વર્ષમાં વિશિષ્ટ છાપ ધરાવતા દીવાસળીના બે લાખ ખાલી ખોખાનો સંગ્રહ કર્યો છે.

કુલ ૨૭, ૦૦૦ પ્રકારની છાપ ભેગી થઇ છે

તેમણે કહ્યું કે, દીવાસળીના બોક્સની છાપમાંથી પણ માણસ ઘણી માહિતી મેળવી શકે છે મને દેશ-વિદેશના વિવિધ સ્થળો જોવાનો ખૂબ શોખ હતો જે આ બોક્સમાં આવતી છાપના માધ્યમથી જોઈ શક્તો હતો એટલે ૧૬ વર્ષની ઉંમરે મેં ખાલી ખોખા ભેગા કરવાનું શરુ કર્યું હતું. નાનપણમાં સૌથી વધારે છાપનું કલેક્શન ભેગું કર્યું છે. પરંતુ નોકરી શરુ થતા થોડો ઓછો સમય કલેક્શન પાછળ ફાળવી શક્તો હતો તેમ છતાં નોકરીમાંથી છૂટુ એટલે રસ્તા પર જ્યાં પણ દીવાસળીના ખાલી ખોખા દેખાય તે ઉઠાવી લેતો હતો.

માત્ર શોખ માટે કરેલા આ કલેક્શનની સંખ્યા આજે ૨ લાખ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં મે ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક દીવાસળીના ખોખા ભેગા કર્યા છે જેમાં ફિલ્મી કલાકારો, નેતાઓ, ક્રિકેટર, જોવાલાયક સ્થળો, દેશના પુરાતત્વ ખાતાના અનેક સ્મારકો ગાંધીજીનો રેટિયો, સિક્કાઓ વગેરેની છાપનો સમાવેશ થાય છે.

વિદેશની અમુક દીવાસળીઓના બોક્સ તો એવા છે જેમાં લેખકોના સુવિખ્યાત સુવિચારો પણ લખેલા છે. આમ મારા કલેક્શનમાં ૨૭ હજાર પ્રકારની છાપ સચવાયેલી છે. જેના દેશ-વિદેશમાં કરેલા પ્રદર્શનને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુક કલામ અને હાલના વડાપ્રધાન નિહાળી ચૂક્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!