GSTV

ગોધરામાં રામસાગર તળાવ ગંદકી અને ઉગી નીકળેલી વનસ્પતિને કારણે અદ્રશ્ય

Last Updated on August 7, 2019 by Alap Ramani

પંચમહાલના ગોધરામાં નગરની શાન સમાન રામસાગર તળાવ ગંદકી અને તળાવમાં ઉગી નીકળેલી વનસ્પતિને કારણે અદ્રશ્ય બની ગયું છે. તળાવની ચોતરફ કમર્શિયલ શોપિંગ સેન્ટર બનાવી દેવાયા છે.

આ ઉપરાંત નગરપાલિકાની બેદરકારીના ઉત્તમ નમૂનારૂપ જળકુંભી નામની જળ વનસ્પતિએ સમગ્ર તળાવને ઘેરી લીધું છે. આખા તળાવમાં એટલી વનસ્પતિ ઉગી નીકળી છે કે આ જગ્યાએ તળાવ છે તેવો પણ કોઇને ખ્યાલ ન આવે.

નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વનસ્પતિને હટાવવા માટે કોઇ પગલાં લેવાતા નથી. વનસ્પતિને કારણે જળચર પ્રાણીઓ પર જોખમ ઉભું થયું છે. તો તંત્ર દ્વારા સાફસફાઇ ન કરવાને કારણે તળાવની આસપાસ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જેને કારણે આસપાસ દુર્ગંધ પણ ફેલાઇ રહી છે.

રામસાગર તળાવની જળકુંભી વનસ્પતિને હટાવવા એક એજન્સીને કામ અપાયું હતું. પણ એજન્સીએ તે કામ અધૂરું છોડી દેતા હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા વહેલી તકે વનસ્પતિ હટાવી ફરી તળાવને રળિયામણું બનાવવામાં આવે તેવી લોકમાંગણી છે.

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!