GSTV

ગોધરામાં ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણની આશંકામાં તપાસઅર્થે આવેલી ટીમ પર હુમલો

Last Updated on December 4, 2018 by Arohi

ગોધરામાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણને લઈને તપાસ અર્થે આવેલી ટીમ પર હુમલો થયો છે. રાજસ્થાન પીએન્ડડીટીની ટીમ ગોધરામાં મન્હા મેટરનીટી હોમમાં પહોંચી હતી અને ગર્ભ પરીક્ષણ થતુ હતુ કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં વચેટીયા તરીકેનું કામ નર્સ કરતી હતી. આ નર્સ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લાવતી હતી. ત્યારે સંતરોડ પર રહેતી નર્સની પણ સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ થઈ હતી અને નર્સના સાગરિતોએ મોરવા હડફના સંતરોડ પર તપાસ માટે આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.

જેમાં કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. તો કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ માટે આવેલી ટીમ પર થયેલા હુમલાને લઈને 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલમાં ટીમ દ્વારા મેટરનીટી હોમને સીલ કરવાની કાર્યવાહી કરી છે.

Read Also 

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!