GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકાર મંદિરોની સુરક્ષા કરવામાં નિષ્ફળ: નથી સલામત, 638 મંદિરોમાં ચોરી

Last Updated on February 25, 2019 by Karan

હિન્દુત્વના નામે ચૂંટણી જીતી ભાજપ સત્તાના સિહાસને બિરાજ્યુ છે. હવે આ જ ભાજપના રાજમાં મંદિરો ય સલામત રહ્યા નથી કેમકે, આખાય રાજ્યમાં તસ્કરોએ મંદિરોને નિશાન બનાવ્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૩૮ મંદિરોમાં ચોરી, લૂંટ થઇ છે. આ એ જ દર્શાવે છેકે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી કેવી છે. રાજ્યમાં ચોરી, લૂંટ, ઘાડના કિસ્સા વધી રહ્યાં છે.પણ હવે તસ્કરોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે. આ વાત ખુદ સરકારે પણ સ્વિકારી છે. વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી છે કે, વર્ષ ૨૦૧૪-૧૫થી માંડીને વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં મંદિરોમાં ચોરી થઇ હોય તેવી કુલ ૬૧૪ ઘટનાઓ બની છે.

મંદિરોમાં લૂંટ થઇ હોય તેવી ૧૩ કિસ્સા બન્યાં

મંદિરોમાં લૂંટ થઇ હોય તેવી ૧૩ કિસ્સા બન્યાં છે. પાંચ વર્ષના શાસનકાળમાં ૧૧ મંદિરોમાં ધાડ પડી હતી. આમ, કુલ મળીને મંદિરોમાં ચોરી, ધાડ અને લૂંટ થયાની ૬૩૮ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ કેસોમાં તસ્કરો રૂપિયા ૬૪,૮૪,૩૩૬ રોકડા લઇ ગયા છે. જયારે રૂપિયા ૨,૬૬,૨૪,૮૪૫ની રકમનો મુદ્દામાલ પણ ઉઠાવી ગયા હતાં. ચોરોએ મંદિરોમાં સોના ચાંદીની મૂર્તિ, ઘરેણાં ઉપરાંત દાનપેટી સુધ્ધાની ચોરી કરી હતી.

પોલીસે કુલ મળીને ૫૧૧ તસ્કરોની અટકાયત કરી

સરકારે દાવો કર્યો છે કે, મંદિરોમાં ચોરી, લૂંટની ઘટનાઓમાં પોલીસે કુલ મળીને ૫૧૧ તસ્કરોની અટકાયત કરી છે. ભાજપના શાસનમાં પોલીસ મંદિરોની સુરક્ષા કરવામાં ય સરેઆમ નિષ્ફળ ગઇ છે તે વાત પ્રસ્થાપિત થઇ છે.

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!