મહેનત કરનારાને ભગવાન ફળ આપે છે પરંતુ આ વ્યક્તિએ ભગવાને કંઈ ન આપ્યું

ચોર માટે ભગવાન શું અને માણસ શું તેમના માટે તો સબ ભૂમી ગોપાલ કી, વડોદરામાં એક મંદિરમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. મહાદેવજીના મંદિરમાં વહેલી સવારે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા. જે સમગ્ર પ્રક્રિયા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. ચોરોએ મંદીરના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ સાથે દાન પેટી ચોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ શિવજીની ત્રીજી આંખે જ કદાચ તેમનો ઇરાદો પાર પાડવા દીધો ન હતો. મંદિર તરફથી પોલીસને જાણ કરાઇ છે.
ADVERTISEMENT