GSTV
Home » News » ભગવાને ચંદ્રાબાબુ નાયડુને ‘સજા’ આપી, ચૂંટણી જીત્યા બાદ જગન મોહન રેડ્ડીનું નિવેદન

ભગવાને ચંદ્રાબાબુ નાયડુને ‘સજા’ આપી, ચૂંટણી જીત્યા બાદ જગન મોહન રેડ્ડીનું નિવેદન

Jagan Mohan Reddy

વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી ટૂંક સમયમાં જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાના હરીફ એવા ટીડીપીના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુની ટીકા કરવાનું ચુક્યા નહોતા. જગન મોહન રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ પર પ્રહાર કરતા કહ્યું કે, ભગવાને ચંદ્રાબાબુને તેમના ખોટા કામોની સજા આપી દીધી છે.વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંબોધિત કરતી વખતે જગન મોહને કહ્યું કે, આંધ્ર પ્રદેશના ચૂંટણી પરિણામો પરથી સાબિત થાય છે કે જે લોકો અનૈતિકતા અને અન્યાયનો સહારો લે છે તેમને ભગવાન ચોક્કસપણે સજા આપે છે. 

આંધ્ર પ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના દીકરા જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, ”૨૦૧૪ની ચૂંટણી બાદ મિસ્ટર નાયડુએ વાયએસઆરસીપીના ૨૩ ધારાસભ્યો ખરીદી લીધા હતા. હવે ટીડીપી માત્ર ૨૩ બેઠકો પર જ જીત્યું છે અને પરિણામો પણ ૨૩મી તારીખે જ આવ્યા હતા. ભગવાને ‘૨૩’ના આંકડા વડે ખૂબ જ સુંદર સ્ક્રિપ્ટ લખી છે.વધુમાં દાવો કર્યો કે મિસ્ટર નાયડુ વાયએસઆરસીપીના ત્રણ સાંસદોને ગેરકાયદેસર રીતે ખેંચી ગયા હતા અને હવે તેમની(નાયડુની) પાર્ટીને માત્ર ત્રણ લોકસભા બેઠક મળી છે. ૧૭૫ સભ્યોની વિધાનસભામાં ૧૫૧ બેઠકો જીતીને જગન મોહનની પાર્ટી સત્તામાં આવી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ને માત્ર ૨૩ બેઠક મળી છે. આ ઉપરાંત લોકસભાની ૨૫ પૈકીની ૨૨ બેઠક પર વાયએસઆરસીપીનો વિજય થયો છે જ્યારે ટીડીપીને માત્ર ત્રણ બેઠક મળી છે.  

જગન મોહન રેડ્ડીએ ચૂંટણીમાં પોતાની પાર્ટીને મળેલો વિજય સુવર્ણ અક્ષરે લખાવવો જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે પોતાની પાર્ટીના ધારાસભ્યોને લોકોએ દર્શાવેલો વિશ્વાસ જાળવી રાખવા માટે સખત મહેનત કરવા જણાવ્યું.સાથે જ કહ્યું કે ૨૦૨૪ની ચૂંટણીમાં આપણો વિજય આગામી પાંચ વર્ષ આપણે જે કામ કરીશું તેના પર આધાર રાખે છે. દરમિયાનમાં લોકસભા અને વિધાનસભામાં ભારે બહુમતી મેળવનાર જગનમોહન રેડ્ડીને આંઘ્ર પ્રદેશના રાજ્યપાલ ઇ.એસ.આઇ નરસિંહમે નવી સરકાર બનાવવા આજે આમંત્રણ આપ્યું હતું.

શપથ સમારંભ  ૩૦મેના રોજ વિજયવાડાના ઇન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં  બપોરે ૧૨:૨૩ મિનિટે યોજાશે, એમ રાજભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. વાયએસઆર કોંગ્રેસના નેતા ચૂંટાયા પછી રેડ્ડીએ આંઘ્ર પ્રદેશના રાજયપાલ નરસિંહમની મુલાકાત લીધી હતી અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. રેડ્ડી રવિવારે દિલ્હીમાં વડા પ્રધાન રેડ્ડીને મળશે. તેમની વચ્ચેની બેઠકનું મહત્ત્વ એટલા માટે પણ છે કે તેમણે પ્રચારમાં કહ્યું હતું કે જે કોઇ પણ આંઘ્ર પ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપશે અમે તેને ટેકો આપીશું.

જગન મોહનને વાયએસઆર કોંગ્રેસનાવડા તરીકે સર્વાનુમતે ચૂંટયા પછી જગન મોહને હૈદરાબાદમાં રાજભવન ખાતે રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આગઉ  વિજયવાડામાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠકમાં વાય.એસ.જગનમોહન રેડ્ડીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચુંટી કાઢવા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!