નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ગોબર ધન (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન) યોજના હેઠળ 500 નવા ‘કચરામાંથી ખાતર’ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારોમાં 75 પ્લાન્ટ સહિત 200 કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ તથા 10,000 કરોડના રોકાણનો સાથે 300 સમુદાય અથવા ક્લસ્ટર આધારિત પ્લાન્ટનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા તેમણે એમ પણ કહ્યું કે સરકાર એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે સુવિધા આપશે. આ ઉપરાંત સરકાર નવી મિષ્ટી યોજના હેઠળ દરિયા કિનારે મેંગ્રોવ વૃક્ષો વાવવામાં આવશે. સીતારમણે એમ પણ કહ્યું કે સરકાર ભેજવાળી જમીનના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક યોજના દ્વારા સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત કંપનીઓ દ્વારા પર્યાવરણીય રીતે ટકાઉ અને જવાબદાર ક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે ગ્રીન લોન પ્રોગ્રામને સૂચિત કરવામાં આવશે. ઇન્ડિયન બાયોગેસ એસોસિએશનના પ્રમુખ ગૌરવ કેડિયાએ જણાવ્યું હતું કે બજેટમાં કાર્બનની તીવ્રતા ઘટાડવા અને નવી રોજગારીની તકો ઊભી કરવા માટે ગ્રીન ફ્યુઅલ, એનર્જી અને બાંધકામ પદ્ધતિઓ અપનાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે સપ્તર્ષિઓ તરીકે ઓળખવામાં સાત મુખ્ય પ્રાથમિકતાઓનો ઉદ્દેશ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ ‘ગ્રીન ગ્રોથ’ અભિગમ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા એ તમામ ભારતીયો માટે સ્વચ્છ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવાની દિશામાં એક પગલું છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોવર્ધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતા પર હકારાત્મક અસર કરવાનો છે અને પશુઓ અને જૈવિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકા માટે નવી તકો ઊભી કરવાનો અને ખેડૂતો અને અન્ય ગ્રામીણ લોકો માટે આવક વધારવાનો છે.
READ ALSO
- ‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ
- ‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા
- વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન
- 90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો