GSTV

Video: માણસ કરતા જાનવરોને લાગી રહ્યો છે Corona નો ડર, માસ્ક પહેરી ખુદ રહે છે સતર્ક

Last Updated on March 21, 2020 by Karan

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ (Coronavirus)થી મરનાર લોકોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે અને 200 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. લોકોમાં (Coronavirus) વાયરસથી વધારે તેને લઈને સનસનાટી ફેલાતી જોવા મળી રહી છે. માણસોને પ્રભાવિત કર્યા બાદ હવે એવુ લાગી રહ્યુ છે કે, આ વાયરસના ફેલાવવાનો ડર જાનવરોને પણ સતાવી રહ્યો છે. કારણ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટિકટોક વીડિયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બકરાઓ પણ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે.

@rohitdas3188

♬ original sound – khilesh shing rajput

બકરાઓએ ઝાલી માસ્ક પહેર્યા

વીડિયોમાં એક સાથે ઘણા બકરા જોવા મળી રહ્યા છે, જેમણે ઝાલી માસ્ક પહેર્યા છે. આ ટિકટોક વીડિયોના બેકગ્રાઉન્ડમાં કોરોના વાયરસ પર એક હિંદી ગીત વાગી રહ્યુ છે. જેમાં કોરોના વાયરસ ફેલાવવાના ડરથી આજે માણસો માસ્ક પહેરીને ફરતા સામાન્ય લાગી રહ્યુ છે. તો સાથે જ વાયરસથી બચવા માટે બકરાઓને માસ્ક પહેરેલા પ્રથમ વખત જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ટિકટોક વીડિયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 73 હજાર લોકોએ તેને લાઈક કરી ચૂક્યા છે.

કોરોના વાયરસ પર આ ટિકટોક વીડિયો વાયરલ

આ પહેલા કોરોનાને લઈને એક ચેલેન્જ શરુ કરનાર એક TikTok સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ સેલિબ્રિટીની હરકતથી લોકો એટલા નારાજ છે કે, તેમને દિમાગનો ઈલાજ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. ઈવા લૂઈસ નામની એક ટિકટોક સ્ટારે 15 માર્ચના રોજ પોતાના ટિકટોક એકાઉન્ટ પર એખ વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તેને કોરોના વાયરસ ચેલેન્જનું નામ આપવામા આવ્યુ છે. આ ચેલેન્જમાં તે વોશરુમમાં હાજર છે અને પોતાની ટોયલેટ સીટને ચાટી રહી છે. ત્યારબાદ તે પોતાના આ એક્ટને કોરોના વાયરસ ચેલેન્જ કહીને ફોલોવર્સને આ વીડિયો વાયરલ કરવા માટે કહી રહી છે.

READ ALSO

Related posts

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!