GSTV
Home » News » બકરીનાં દૂધમાં હોય છે ચમત્કારિક ગુણો, પીવાથી થાય છે આટલા ફાયદાઓ

બકરીનાં દૂધમાં હોય છે ચમત્કારિક ગુણો, પીવાથી થાય છે આટલા ફાયદાઓ

બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધનું મહત્વ વધારે હોવાથી બાળકો પર દૂધ પીવા વધુ દબાણ કરવામાં આવે છે. આથી મોટાભાગે તેમને ગાયનું દૂધ આપવાનો આગ્રહ રાખતા હોય છે. ગાયના દૂધમાં એ જ ગુણ હોય છે જે નવજાત શિશુઓને માંના દૂધમાં મળે  છે. આથી બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે. પરંતુ રોયલ મેલબર્ન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (RMIT)ના એક અભ્યાસમાં બકરીના દૂધ પર અભ્યાસ બાદ એક ચોંકવાનારું પરિણામ જોવા મળ્યું.

RMIT ની શોધમાં કહેવામાં આવ્યું કે બકરીનું દૂધ પ્રીબાયોટિક એન્ટી ઇન્ફેકશન ગુણોથી રહિત હોય છે. તે નવજાત શિશુઓમાં થનાર ગેસ્ટોઇન્સ્ટેસ્ટાઇનલ ઇન્ફેકશનથી રક્ષા કરે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે બકરીના દૂધમાં oligosaccharides નામનું એક પ્રકારનું પ્રીબાયોટિક હોય છે, જે અંદર સારા બેક્ટીરિયા વધારવામાં મદદ કરે છે. તેની સાથે તે ખતરનાક બેક્ટીરિયાથી બચવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવે છે. અભ્યાસ મુજબ બકરીના દૂધમાં પ્રાકૃતિકરૂપે 14 પ્રીબાયોટિક oligosaccharides હોય છે. જેમાંથી 5 માં ના દૂધમાં પણ હોય છે.

બકરીના દૂધમાં એગ્લૂટિનિન નામનું કંપાઉન્ડ હોતું નથી. જે દૂધમાં રહેલ વસાને એકત્ર નથી કરવા દેતું.  ગાયના દૂધમાં આ તત્વ હાજર હોય છે. Livestong.comના એક રીપોર્ટ મુજબ બકરીના દૂધમાં નાના ફેટ પાર્ટિકલ હોય છે. સાથે તેમાં ઉપલબ્ધ પ્રોટીન નાના બાળકોમાં થતી દૂધ ઉલટવાની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. ગાયના દૂધની સરખામણીએ બકરીના દૂધમાં સેલેનિયમ, નિયાસિન અને વિટામિન એની માત્રા વધુ હોય છે.

રિસર્ચમાં કરવામાં આવેલ અભ્યાસ મુજબ ગાયના દૂધની સરખામણીએ બકરીના દૂધમાં એલર્જી વધારનાર તત્વ હોતું નથી. બકરીના દૂધમાં મગજની ક્ષમતા વધારનાર સન્યુમ લિનોલિક એસિડ પણ હોય છે. બકરીનું દૂધ પીનાર વ્યક્તિનું બ્લડ પ્રેશર નિયત્રિંત રહે છે અને તે ઇમ્યૂન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોવાથી હાડકા વધુ મજબૂત બને છે અને બાળકો જલ્દી ચાલવા લાગે છે. દરરોજ બકરીનું એક ગ્લાસ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી છે.

READ ALSO

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!