GSTV
Home » News » ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત માટે આજનો દિવસ ખાસ, કરશે કંઈક એવું કે…..

ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત માટે આજનો દિવસ ખાસ, કરશે કંઈક એવું કે…..

ગોવાના નવા મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત માટે આજનો દિવસ ખાસ છે. આજે તેઓ ગોવા વિધાનસભામાં ભાજપના સમર્થનમાં બહુમત સાબિત કરશે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ 21 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાં ભાજપના 12, ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ત્રણ-ત્રણ ધારાસભ્ય તેમજ ત્રણ અપક્ષ ધારાસભ્યના સમર્થનનો દાવો છે.

મુખ્યપ્રધન મનોહર પર્રિકર અને ભાજપ ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસૂઝાના નિધન તેમજ કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામા બાદ 40 સભ્યોની ગોવા વિધાનસભામાં હવે ધારાસભ્યોની સંખ્યા ઘટીને 36 થઇ ગઇ છે. જેમાં 14 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. ગૃહમાં એનસીપીનો પણ એક ધારાસભ્ય છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!