કોરોનાવાયરસને કારણે લાંબા સમય સુધી લોકડાઉનથી પ્રભાવિત ઘરેલું એરલાઈન્સ હવે ધીમે ધીમે પહેલાની સ્થિતીમાં આવવાનો પ્રયાસ કરી રહી છે. એરલાઇન્સ હવે નવી ઓફરો સાથે તેમની પ્રવૃત્તિમાં વધારો કરી રહી છે. ડોમેસ્ટિક એરલાઇન્સ ગોઅઅર (GoAir) દેશભરમાં પસંદગીના પર્યટન સ્થળો માટે હોલિડે પેકેજ – ગોહોલિડે (GoHoliday)લઈને આવી છે આમાં ફ્લાઇટ અને હોટલ બુકિંગ શામેલ છે. તો, વિસ્તારા બુકિંગ પર તેના ગ્રાહકોને બોનસ ક્લબ વિસ્તારા પોઇન્ટ ઓફર કરી રહી છે.

પેકેજમાં છે આ ટોપ ડેસ્ટિનેશન
જો તમે રજાની યોજના કરી રહ્યા છો, તો ગોએયર તેના પેકેજમાં ગોવા, અંદમાન અને નિકોબાર, માલદીવ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, દુબઇ, કેરળ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને સિક્કિમ માટે ટોપનાં સ્થળો આપી રહ્યું છે.

અહીં કરવાનું છે બુકિંગ
GoAirના ગોહોલિડે પેકેજનું બુકિંગ www.GoHoliday.in પર કરી શકાય છે. જો તમે આ પેકેજો વિશે કોઈ માહિતી મેળવવા માંગતા હો, તો તમે સીધા 080-47112757 પર પણ કોલ કરી શકો છો.

જો તમે વિસ્તારાથી મુસાફરી કરો છો, તો તમને બોનસ પોઇન્ટ મળશે
સ્થાનિક એરલાઇન વિસ્તારાની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી ડાયરેક્ટ ટિકિટ બુક કરનારા ક્લબ વિસ્તારા મુસાફરો 100 ટકા વિશેષ બોનસ ક્લબ વિસ્તારા પોઇન્ટ મેળવી શકશે. આ ઓફર 31 ઓક્ટોબર 2020 સુધી મુસાફરી પર લાગુ છે.

બોનસ પોઇન્ટ ચાર ટિયરમાં છે
વિસ્તારાએ આ ઓફરમાં બોનસ પોઈંટ્સને ચાર ટાયર-CV Base, CV Silver, CV Gold અને CV Platinumમાં રાખ્યા છે. બેઝ અને સિલ્વર ટાયરમાં 50 ટકા બોનસ આપવામાં આવશે જ્યારે ગોલ્ડ અને પ્લેટિનમમાં 100 ટકા બોનસ આપવામાં આવશે. તમે આ પોઈન્ટને રિડીમ કરી શકો છો.

GoHoliday પેકેજ માટે ચાર્જ
GoHoliday પેકેજમાં લેહમાં 4 રાત અને 5 દિવસ માટે શરૂઆતનું પેકેજ 21000 રૂપિયા છે. તેવી જ રીતે, શ્રીનગરમાં 3 રાત્રિ અને 4 દિવસ માટે 15,100 રૂપિયા, દુબઇમાં 3 રાત્રિ અને 4 દિવસ માટે 20,800 રૂપિયા અને જમ્મૂમાં 3 રાત્રિ અને 4 દિવસ 19,700 રૂપિયા અને પોર્ટબ્લેરમાં 4 રાત્રિ માટે અને 5 દિવસ માટે 34,600 રૂપિયા, ગોવામાં 3 રાત અને 4 દિવસ માટે 11,100 રૂપિયા પ્રારંભિક પેકેજ છે.
READ ALSO
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ