બનાસકાંઠામાં તીડના આતંક મામલે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે એક વીડિયો વાયરલ કરી જણાવ્યુ કે, 25 વર્ષ પહેલા તીડનો હેલિકોપ્ટરથી નાશ કરાયો હતો. અને હવે આ તીડને ભગાડવા માટે થાળી અને ઢોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નેતાઓને ફરવા માટે હેલિકોપ્ટર છે. પરંતુ ખેડૂતોના મહામુલા પાકને બચાવવા માટે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ સરકાર દ્વારા કરવામાં આવતો નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે, થાળી અને ઢોલ વગાડવાથી તીડ મરે નહી. થાળી અને ઢોલ વગાડીને ખેડૂતોની મજાક ન કરો. તેમણે સવાલ કર્યો કે, તંત્ર અને કેન્દ્રની ટીમો દવાનો છંટકાવ કરે છે તો પરિણામ કેમ મળતું નથી. હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવે તો જ તીડનો નાશ થઈ શકે છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી