GSTV
Home » News » ગોવાના CM મનોહર પરિકર દિલ્હીની AIMSમાં થયા દાખલ, ઘણા સમયથી…

ગોવાના CM મનોહર પરિકર દિલ્હીની AIMSમાં થયા દાખલ, ઘણા સમયથી…

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને સારવાર માટે દિલ્હી ખાતે આવેલી એઈમ્સ લાવવામાં આવ્યા છે. મનોહર પર્રિકર છેલ્લા ઘણા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગોવામાં સીએમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. પર્રિકરના આ અનુરોધ બાદ ભાજપના નેતા રામલાલ અને બી એલ સંતોષ કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગોવાની મુલાકાતે જઇ નવા સીએમનુ  નામ ફાઇનલ કરવા રીપોર્ટ તૈયાર કરશે. મહત્વનુ છે કે તેમણે હાલમાં જ કેંડોલિમ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. તેઓ આ પહેલા ત્રણ વાર સારવાર માટે અમેરિકા જઇ ચૂક્યા છે. પર્રિકર છેલ્લે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં અમેરિકામાં સારવાર કરાવ્યા બાદ પરત ફર્યા હતા.

મહત્વનું છે કે તેલંગાણાની મુલાકાતે પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર અંગે નિવેદન આપ્યું છે.  મનોહર પર્રિકર છેલ્લા ઘણા સમયથી બિમાર છે. જેથી પર્રિકરે સીએમ પદ છોડવાની ઇચ્છા વ્યકત કરી છે. આ મામલે અમિત શાહે જણાવ્યું કે, ગોવાના આગામી મુખ્ય પ્રધાન અંગે યોગ્ય સમયે ભાજપ નિર્ણય લેશે. અમે મનોહર પર્રિકરની તબીયતમાં તુરંત સુધારો થાય તે માટે  પ્રાથના કરી રહ્યા છીએ.પર્રિકરે અમિત શાહને ગોવામાં સીએમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. પર્રિકરના આ અનુરોધ બાદ ભાજપના નેતા રામલાલ અને બી એલ સંતોષ કેન્દ્રીય નિરિક્ષક તરીકે ગોવાની મુલાકાતે જઇ નવા સીએમનુ  નામ ફાઇનલ કરવા રીપોર્ટ તૈયાર કરશે.

Related posts

ચંદ્રયાન-2નો સૌથી જટીલ તબક્કો પૂર્ણ: 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે, ISROએ આપી માહિતી

Riyaz Parmar

પાકિસ્તાનને બીજો એક મોટો ઝાટકો, ટ્વિટરે ભર્યું આ મોટુ પગલું

Kaushik Bavishi

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, રાજ્યના આ શહેરમાં વોટ્સ એપ થયા હેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!