GSTV
India News Trending

વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત

બેંગ્લુરુથી માલદિવ્સના પાટનગર માલી જઈ રહેલા Go Firstના પેસેન્જર વિમાનનું કોઈમ્બતૂરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. વિમાનમાં એ વખતે ૯૨ મુસાફરો સવાર હતા. કોઈમ્બતૂરમાં સલામતી સાથે તમામ મુસાફરોને ઉતરાયા બાદ વિમાનનું ચેકિંગ કરાયું હતું.

એન્જિનિયર્સે કહ્યું હતું કે ભૂલથી આગ-ધુમાડાનો એલાર્મ વાગ્યો હોઈ શકે છે. એ સિવાય વિમાનમાં કોઈ જ ગરબડ જણાતી નથી. તમામ ચકાસણી બાદ વિમાન ફરીથી ઉડાન ભરશે.

કર્ણાટકના બેંગ્લુરુમાંથી ઉડેલું વિમાન તમિલનાડુના કોઈમ્બતૂર નજીક પહોંચ્યું ત્યારે ધુમાડા-આગનો એલાર્મ વાગતા વિમાનમાં સવાર પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સના જીવ પડીકે બંધાયા હતા.

READ ALSO

Related posts

‘થોડીક તો શરમ રાખો’: અભિષેકની સેલ્ફી લેવા ટોળું જામતાં જયા નારાજ, બધાને તતડાવ્યાનો વીડિયો વાયરલ

Hemal Vegda

કોરોનાનો કાળ ક્યારે કેડો છોડશે ? ગુરૂવારે પણ કોરોનાના કેસો વધ્યા 24 કલાકમાં 2,529 નવા કેસ

pratikshah

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda
GSTV