GSTV

ગો એરની એક ફ્લાઈટના ધાંધીયા, યાત્રીઓ ભારે નારાજ

Last Updated on June 29, 2019 by Mayur Vora

શ્રીનગરથી જમ્મુ જનારી ગો એરની એક ફ્લાઈટમાં યાત્રીઓનો રોષ જોવા મળ્યો. વાત એમ છે કે આ ફ્લાઈટ યાત્રીઓના સામાન લીધી વિના શ્રીનગરથી જમ્મુ પહોંચી ગઈ. ફ્લાઈટ જમ્મુ પહોંચી ત્યારે ખબર પડી કે યાત્રીઓનો સામાન વિમાનમાં ચઢાવાયો ન હતો. જમ્મુ પહોંચ્યા બાદ ઘણા યાત્રીઓને પોતાના સામાન માટે રાહ જોવી પડી.

એક કલાકથી વધુ રાહ જોયા બાદ ગો એરના એક કર્મચારીએ યાત્રીઓને જણાવ્યુ કે અન્ય એરલાઈન્સના વિમાન દ્વારા તેમનો સામાન શ્રીનગરથી જમ્મુ લવાશે. અને સોમવારે યાત્રીઓને પોતાનો સામાન લઈ જવા કહેવાયું. વિમાન સાથે સામાન ન આવવા પર યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!