GSTV
Jobs Life Trending

GMRC Recruitment 2022 : ગુજરાત મેટ્રોમાં નીકળી ઘણી જગ્યાઓ માટે ભરતી, સરકારી નોકરીની ઉત્તમ તક

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, GMRC એ મેનેજની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાત મેટ્રોની અધિકૃત વેબસાઇટ, gujaratmetrorail.com પર જઈને પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2022 છે. કુલ 103 જગ્યાઓ ભરતી પ્રક્રિયા દ્વારા ભરવામાં આવશે.

GMRC starts construction of ₹3,002-cr metro line

ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તેઓ એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી શકતા નથી. ખાલી જગ્યાની વિગતો, પાત્રતા અને પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.

વેકેન્સી ડીટેલ

કુલ 103 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજરની 4, ડેપ્યુટી જનરલ મેનેજરની 4, મેનેજર સિવિલની 17, આસિસ્ટન્ટ મેનેજરની 6, જનરલ મેનેજરની 8, એડિશનલ જનરલ મેનેજરની એક, સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજરની 5, ડેપ્યુટી જનરલ મેનેજરની 16, મેનેજરની 21 જગ્યાઓ અને એન્જિનિયર સિનિયર ગ્રેડની 4 જગ્યાઓ છે.

શૈક્ષણિક લાયકાત

સંબંધિત શૈક્ષણિક લાયકાતની વિગતો ભરતીની સૂચનામાં ચકાસી શકાય છે. સૂચના જોવા માટે નીચે આપેલ સીધી લિંક પર ક્લિક કરો.

અહીં સૂચના જુઓ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને મળેલી અરજીઓના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટેના કોલ લેટર મોકલવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું

Hardik Hingu

નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં

Hardik Hingu

બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ

Hardik Hingu
GSTV