GSTV
Home » News » જીઅેમડીસી તોફાન : હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પીઅેસઅાઈ સામે કોર્ટનું વોરંટ

જીઅેમડીસી તોફાન : હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પીઅેસઅાઈ સામે કોર્ટનું વોરંટ

પાટીદાર અાંદોલનને જ્યાંથી સૌથી વધુ પ્રાધાન્ય મળ્યું તેવા  25 અોગસ્ટે અમદાવાદના જીઅેમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલી મહાસભા બાદ લાઠીચાર્જ અને ત્યારબાદ રાજ્યમાં થયેલા તોફાન મામલે સરકારી અને ખાનગી સંપતિને મોટાપાયે નુક્સાન થયું હતું. અા ઘટના બાદ હાર્દિક પટેલ પાટીદાર સમાજમાં હીરો તરીકે ઉપસી અાવ્યો હતો. હાલમાં પાસમાં તડા વચ્ચે પણ હાર્દિક પટેલની જનસભામાં ઉમટતી મેદની તેની પ્રસિદ્ધીની ચાડી ખાય છે. ચૂંટણીમાં ફેસબુક લાઇવે અેક નવો રેકોર્ડ બનાવ્યો હતો. અાજે પણ પાટીદારોમાં હાર્દિક પટેલની લોકપ્રિયતા અકબંધ છે. પાટીદાર અાંદોલનની શરૂઅાતમાં જીઅેમડીસી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી અાનંદીબેન પટેલને જ અાવેદન અાપવાના મામલે ઉપવાસ અાંદોલન બાદ અાંદોલનકારીઅોને તગેડી મૂકવાના થયેલા પ્રયાસ બાદ રાજ્યભરમાં અાગચંપી અને તોડફોડના બનાવો સામે અાવ્યા હતા.  જીએમડીસી ગ્રાઉન્ડ માં હાર્દિક ભાષણ પછી સરકારી મિલકત ને નુકશાન કરવામાં આવતા પ્રાઇવેટ ફરીયાદીએ મેટ્રો કોર્ટ માં ફરિયાદ કરી હતી. જેમાં પીએસઆઈ રામાનુજ 18 મુદ્દતથી કોર્ટ માં હાજરી ના આપતા તત્કાલીન વસ્ત્રાપુર પીએસઆઈ રામાનુજ અને હાર્દિક પટેલ સામે જામીન પાત્ર વોરન્ટ જારી કર્યું છે.

Related posts

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

નિર્ભયા કેસ: દોષી મુકેશ સિંહની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, 1 ફેબ્રુઆરીએ થશે ફાંસી?

Bansari

કોરોના વાયરસે ચીનમાં મચાવ્યો હાહાકાર! મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!