ગૂગલ (Google) એ જીમેઇલ યુઝર્સને એક વોર્નિંગ આપી છે. Gmail યુઝર્સને આપવામાં આવેલી વોર્નિંગમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેઓએ કંપનીના નવા નિયમો-કાયદાઓનો સ્વીકાર કરવાનો રહેશે. જો તેઓ આ નિયમો નહીં માને તો જીમેઇલ (Gmail) ના અનેક મુખ્ય ફીચર્સ તેમની માટે બંધ થઇ શકે છે. એટલે કે, યુઝર્સ આ ખાસ ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકે. આ વાત express.co.uk ના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે.

Gmail ના આ ફીચર્સ હોઇ શકે છે બ્લોક
રિપોર્ટ અનુસાર, Goolgle ની આ વોર્નિંગ 25 જાન્યુઆરીની ડેડલાઇનના પહેલાં આવી ગઇ છે. ડેડલાઇન ખતમ થતા પહેલાં નવા નિયમ ન સ્વીકારવા પર સ્માર્ટ કમ્પોઝ, આસિસ્ટન્ટ રિમાઇંડર્સ અને ઓટોમેટિક ઇ-મેઇલ ફિલ્ટરિંગ જેવાં કેટલાંક કામના ફીચર્સ બ્લોક થઇ જશે. Google નું કહેવું છે કે, તેને પોતાના Gmail સ્મૉલ-પ્રિન્ટને અપડેટ કરી છે. તેનો ઉદ્દેશ્ય યુઝર્સને પોતાના પર્સનલ ડેટા સુધી અને કંટ્રોલ આપવા સહિતના નિયમોના પાલન સંબંધી જરૂરિયાતોને સપોર્ટ કરવાનો છે.

પહેલાં પણ વોર્નિંગ આપી ચૂક્યું છે Google
Google નું આ અપડેટ યુઝર્સને વિકલ્પ આપે છે કે શું તેઓ એપમાં કેટલાંક ખાસ ફીચર્સ ઉપયોગ કરવાને બદલે કંપનીની સાથે કેટલાંક ડેટા શેર કરવા ઇચ્છે છે. ગૂગલનું ઇ-મેઇલ કન્ફર્મ કરે છે કે, ‘જો આપ 25 જાન્યુઆરી 2021 બાદ આ ફીચર્સનો ઉપયોગ શરૂ રાખવા ઇચ્છો છો તો આ ખાસ ફીચર્સને ચાલુ રાખવા માટે આપે ગૂગલ સેટિંગ્સમાં ચૂંટણી કરવાની રહેશે. આ પહેલાં, ગૂગલે યુઝર્સને જણાવ્યું હતું કે, ‘જો તેઓ નવા નિયમોને ફોલો નથી કરતા તો તેમના Gmail, ગૂગલ ફોટો અને ગૂગલ ડ્રાઇવ કન્ટેન્ટને ડિલીટ કરવામાં આવી શકે છે.’
READ ALSO :
- PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ
- વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન
- વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી