વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી તેજીની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ જોવા મળી હતી. જેમાં ગુરૂવારે દિલ્હીના સર્રાફા માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં થયો વધારો ત્યારે સોનાની 10 ગ્રામનાં 930 રૂપિયા વધીને 35 હજાર 800એ પહોંચી ગઇ હતી. જે તેનો અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ રેકોર્ડ છે. સોનામાં ભાવધારો જોવા મળ્યો છે.

ત્યારે આ દરમિયાન ચાંદીની કિંમતમાં પણ 300 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. અને તે વધીને 38 હજાર 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઇ છે. વર્ષ 2014માં મોદી સરકારના સત્તા આવ્યા બાદ પહેલી વખત સોનુ પોતાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.


જ્યારે સરકારે બજેટમાં સોના તથા અન્ય કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી નાંખી છે. ત્યારથી દેશમાં કિંમતી ધાતુઓમાં તેજી તરફી વલણ જોવાઇ રહ્યું છે.. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનાની કિંમતમાં તેજી રહી છે.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ