ગ્લોબલ ડેટાએ ભારતીય અર્થ વ્યવસ્થામાં આર્થિક વૃદ્ધિદરના અનુમાનને ઘટાડીને 7.8 ટકા કરી દીધો છે. લંડન સ્થિત અંક વિશ્લેષણ અને પરામર્શ કરતી કંપનીએ રશિયા યુક્રેન ક્રાઈસિસના કારણે ક્રૂડની કિંમતમાં વધારાના કારણે ભારતની નિકાસ પર પડનારી અસરને ધ્યાને લઈને ઘરેલુ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે. ગ્લોબલ ડેટાએ શુક્રવારે પોતાના નિવેદનમાં કહ્યું કે અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો નબળો પડવાના અણસાર છે. જ્યારે કે જણસીઓની કિંમતમાં વૃદ્ધિને પગલે મોંઘવારી વધશે. જો કે ભારતીય બેંક ક્ષેત્ર મજબૂત બની રહેશે.

નિવેદનમાં કહેવાયું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંકટને પગલે ભારતની નિકાસપર નકારાત્મક પ્રભાવ પડશે. અને ક્રૂડ ઓઈલની કિંમતમાં વૃદ્ધિથી કાચો માલ તેમજ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધશે. કંપનીએ કહ્યું કે આ તમામ કારણો જોતાં ગ્લોબલ ડેટાએ ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનું અનુમાન 0.1 ટકા ઘટાડીને 7.8 ટકા કરી દીધું છે.
વર્ષ 2020માં ભારતની કુલ આયાતમાં યુક્રેન અને રશિયાનો સંયુક્ત રીતે 2.2 ટકા હિસ્સો હતો. આ સિવાય અનુમાન જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધથી ઊભા થયેલ ભૂ રાજનીતિક જોખમોને કારમએ 2022માં ભારતની મોંઘવારી દર 5.5 ટકા સુધી પહોંચી જશે. જે વર્ષ 2021માં 5.1 ટકા હતી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત પોતાની કુલ જરૂરિયાતના 34 ટકા ખાદ્યતેલ, 14 ટકા સેમી પ્રોસેસ્ડ ડાયમંડ, 10ટકા ફર્ટિલાઈઝર અને 5.6 ટકા પેટ્રોલિયમ ઓઈલ અને ક્રૂડ રશિયાથી આયાત કરે છે. ટુંક સમયમાં જ આની કિંમતમાં ઉછાળો આવશે. જેના કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ વધશે.
મોર્ગન સ્ટૈનલીનું કહેવું છે કે જો રશિયાથી ઓઈલ સપ્લાય આગળ પણ અટકશે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 185 ડોલરના સ્તરે પહોંચી શકે છે. ગુરુવારે ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. રશિયા વિરુદ્ધ અમેરિકા અને યુરોપીય દેશો પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેને કારણે પણ તે ખુલીને નિકાસ નથી કરી શકતા. રશિયા હાલ 66 ટકા તેલની નિકાસ નથી કરી શકતો. તો 20 ડોલર ડિસ્કાઉન્ટની ઓફર છતાં ખરીદનાર જ નથી મળી રહ્યા.
ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ ચાલુ નાણાકીય વર્ષમાં 600 બિલિયન ડોલર રહી શકે છે. એનાથી મોંઘવારી અને ખાઘમાં વધારો થવાની આશંકા છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં 492.9 બિલિયન અમેરિકી ડોલરનું અમેરિકી બિલ છે. ઈન્ડિયા રેટિંગ્સ મુજબ ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ડોલર પ્રતિ બેરલનો વધરો થવા પર વ્યાપાર અથવા ચાલુ ખાતામાં ખાધ 6.6 બિલિયન ડોલર વધે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો
- આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ
- ચીનના સૈન્ય અભ્યાસ પછી તાઈવાને પણ શરૂ કરી લાઈવ ફાયર આર્ટલરી ડ્રિલ, મોટી સંખ્યામાં જવાનો લેશે ભાગ
- એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં
- ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો