બરફથી છવાયેલા રહેતા ગ્રીનલેન્ડ પર પણ હવે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો દેખાવા માંડી છે. 27 જુલાઈએ ગ્રીનલેન્ડના ઉત્તરી વિસ્તારમાં મોટા પાયે બરફ પીગળી ગયો હોવાથી ઉનાળામાં નોંધાતા સરેરાશ તાપમાન કરતા બમણું તાપમાન નોંધાયું હતું અને તાપમાનનો પારો 20 ડિગ્રી પર પહોંચ્યો હતો.

ગ્રીનલેન્ડના બરફીલા વિસ્તાર માટે આ તાપમાન ઘણું વધારે છે.

27 જુલાઈએ ગ્રીનલેન્ડમાં 850 કરોડ ટન બરફ પિગળ્યો હતો. આ બરફ પિગળ્યા બાદ જેટલુ પાણી બન્યું હંતુ તે ભારતના યુપી જેવા મોટા રાજ્યને ડુબાડી દેવા માટે કાફી છે. ગ્રીનલેન્ડમાં આ પહેલાં 2019માં રેકોર્ડ 1250 કરોડ ટન બરફ પિગળ્યો હતો.

ઉપરની સપાટી પરથી બરફ ઓગળી રહ્યો હોવાથી નીચેની સપાટીનો બરફ સામે આવી રહ્યો છે. જે સૂર્યના કિરણોને પાછા ફેંકવાની જગ્યાએ શોષી લે છે. તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક બની રહી છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, છેલ્લા કેટલાક દાયકામાં દુનિયામાં દરિયાની સપાટીનું સ્તર વધારવામાં 25 કા યોગદાન ગ્રીનલેન્ડના ઓગળેલા બરફનું છે.

જો આખા ગ્રીનલેન્ડનો તમામ બરફ ઓગળી જાય તો દરિયાની વૈશ્વિક જળસપાટીમાં 20 ફૂટ સુધીનો વધારો થઈ શકે છે.

એન્ટાર્ટિકા બાદ મીઠા પાણીનો સૌથી વધારે બરફ ગ્રીનલેન્ડમાં છે. અહીંયા 18 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ છવાયેલો છે. અહીંયા બરફ ઓગળવાની શરુઆત 1990માં થઈ હતી.

જોકે હવે અગાઉ કરતા ચાર ગણી ઝડપે બરફ ઓગળી રહ્યો છે. જુન મહિનાથી બરફ ઓગળવાનું શરું થતું હોય છે. આ વર્ષે જુન મહિનાથી અત્યાર સુધી 10,000 કરોડ ટન બરફ ઓગળી ચુકયો છે.
ALSO READ
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો