GSTV

કોરોનાથી ફક્ત ચીનને નહીં ભારતને પણ પડ્યો મોટો આર્થિક ફટકો, સીતારમને કર્યા આ ખુલાસા

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારત પર પણ વર્તાઇ રહી છે. ચીનમાંથી ભારતમાં થતી આયાત ઠપ થઇ જતાં ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે. ત્યારે સમગ્ર મુદ્દે નાણાપ્રધાને ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોસિએશનના લોકોની સાથે બેઠક કરી હતી. જે બાદ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે કાચા માલની તંગી નથી. બુધવારે સંબંધિત મંત્રાલયોના સેક્રેટરીની સાથે તેમની બેઠક મળવાની છે. તેમણે કહ્યું કે જરૂર પડ્યે આ મુદ્દે તેઓ પીએમઓની સાથે વાત કરશે.

કોરોના વાયરસના કારણે દુનિયાના 25થી વધુ દેશો સંક્રમિત થઇ ચુક્યા છે. ત્યારે આ વાયરસનું મુખ્ય કેન્દ્ર એવા ચીનમાં ઉદ્યોગ ધંધા ઠપ થઇ ગયા છે. ધીમે ધીમે તેની અસર ભારતીય કંપનીઓ પર થવા લાગી છે. ભારત ચીનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ચીનમાં ઠપ થયેલા ધંધા-ઉદ્યોગના કારણે ભારતમાં ચીજવસ્તુઓની કિંમતો વધવાની આશંકા સેવાઇ રહી છે. જોકે નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીના લોકોએ કિંમતમાં વધારાનો ડર જતાવ્યો નથી. પંરતુ સપ્લાઇ ચેન બાધિત થઇ છે. મેડિસીનમાં તંગીને લઇને હજુ સુધી કોઇ રિપોર્ટ સામે આવ્યો નથી.

ભારતના કુલ ઇમ્પોર્ટનો આશરે 14 ટકા હિસ્સો ચીનમાંથી આયાત થાય છે. ચીનની ઇકોનોમિક એક્ટિવિટીમાં જો કોઇ લોન્ગ ટર્મ ડિસરપ્શન આવે છે તો ત્યાંના શેરબજારને ઝટકો લાગી શકે છે. ચીનના કારખાનાઓમાં કામકાજ ઠપ થવાથી ભારતીય કંપનીઓમાં સપ્લાઇ થઇ રહ્યું નથી. જો આ સ્થિતિ લાંબી ચાલી તો ભારત માટે મોટો પડકાર બની શકે છે. ચીનથી સપ્લાઇ ન થવાના કારણે ઇલેક્ટ્રીક કંપોનેન્ટ્સ, નોન-ઇલેક્ટ્રિકલ મશીનરી, મશીન ટૂલ્સ, મેટલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટીક, સર્જિકલ ઇન્ટ્રૂમેન્ટ, મેકેનિકલ એપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ અને ફાર્માસ્યૂટીકલ ઇનગ્રેડિએન્ટની તંગી સર્જાઇ છે. જેથી ભારતીય કંપનીઓએ કોઇ અન્ય માર્કેટની તલાશ કરવી પડશે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આશરે 4000 નાની કંપનીઓ છે. આ કંપનીઓ ચીનમાંથી થતી આયાત પર નિર્ભર રહે છે. આ કંપનીઓનું કહેવું છે કે સપ્લાઇમાં વિક્ષેપ ઉભો થતાં કારોબાર ઉપર અસર પડી રહી છે.  ભારતમાં જેટલા પણ ઉદ્યોગો ચીનમાંથી થતી આયાત પર નિર્ભર છે તેમના પર અસર વર્તાવા લાગી છે. કોરોનાના કારણે ગ્લોબલ ટ્રેડની ગાડીની સ્પીડ ઘટવા લાગી છે.

READ ALSO

Related posts

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Arohi

કોરોના સામે જંગ લડવા સાઉથની આ સુપરસ્ટારે આપ્યું લાખોનું દાન

Nilesh Jethva

PM મોદીએ દિવો પ્રગટાવતી તસ્વીરો કરી શેર, હિરાબાએ પણ દિપ પ્રાગટ્યને આપ્યુ સમર્થન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!