GSTV

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે જાણો મિશન મિલાન વિશે વિગતે

Last Updated on December 6, 2018 by

અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયાની ભૂમિકા નિભાવનારા ખ્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ બાદ હવે ભારત સરકાર બાકીના બે વચેટિયાઓને પણ દેશમાં લાવવાના અભિયાનમાં લાગી ગઈ છે. ભારત સરકારના સૂત્રોને ટાંકીને આવી રહેલા મીડિયા અહેવાલમાં મિશન મિલાન સંદર્ભે જાણકારી મળી છે.

સૂત્રોનું કહેવું છે કે અગસ્તા-વેસ્ટલેન્ડના ભૂતપૂર્વ પ્રમુખ બુર્નો સ્પાગનોલીની અને ભૂતપૂર્વ ફિનમેક્કાનિકા હવે લિયોનાર્ડોના સીઈઓ ગુસેપ ઓર્સીના પ્રત્યાર્પણ માટે સરકારે ઈટાલિયન પ્રોસિક્યૂટર્સ સાથે હાથ મિલાવ્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં ઈટાલીની કોર્ટે બંને વચેટિયાઓને પુરતા પુરાવા નહીં હોવાના આધાર પર ક્લિનચિટ આપી હતી. આ બંને પર ભારત સરકાર સાથે 12 વીવીઆઈપી હેલિકોપ્ટર્સની ડીલમાં કથિતપણે લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ભારતને આશા છે કે ઈટાલીની કોર્ટમાં જો સફળતા મળશે. તો આ મામલો આખી દુનિયાની નજરમાં આવી જશે અને બાકી બચેલા બંને વચેટિયાને ભારતમાં લાવવામાં મદદ મળશે. આ પહેલા ડિસેમ્બર-2016માં ઈટાલીની સુપ્રીમ કોર્ટે આ બંને વચેટિયાઓના આરોપી ઠેરવાયા બાદ આ કેસમાં ફરીથી ટ્રાયલની મંજૂરી આપી હતી.

ઈટાલિયન પ્રોસિક્યૂટર્સે જણાવ્યુ છે કે આ ડીલમાં બુર્નો સ્પાગનોલીની, ગુસેપ ઓર્સી અને ખ્રિશ્ચિયન મિશેલે વચેટિયાની ભૂમિકા નિભાવી છે અને લાંચ પણ આપી હતી. આમા યુએઈ ચાલ્યા ગયેલા બ્રિટિશ નાગરીક ખ્રિશ્ચિયન મિશેલને ભારતીય એજન્સીઓ ભારતમાં લઈ આવી છે. બુધવારે સીબીઆઈની વિશેષ કોર્ટે મિશેલને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.

આશા વ્યક્ત કરવામાં આવી છે કે સીબીઆઈ મિશેલની પૂછપરછ દરમિયાન બાકીના બંને વચેટિયાઓ સંદર્ભે મહત્વની જાણકારી એકઠી કરશે. આ પહેલા મિશેલના પ્રત્યાર્પણની સંપૂર્ણ પ્રક્રિયા બેહદ ગુપ્ત રીતે પાર પાડવામાં આવી હતી. મિશેલને ભારત લાવવાના ઓપરેશનને બેહદ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. આ ઓપરેશનનું નામ યૂનિકોન રાખવામાં આવ્યું હતું. તેની બાગડોર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના હાષથમાં હતી. આ ઓપરેશનને ઈન્ટરપોલ અને સીઆઈડીએ સાથે મળીને ચલાવ્યું હતું. મિશન મિશેલને સફળ બનાવવા માટે ડોભાલ સીબીઆઈના વચગાળાના નિદેશક નાગેશ્વરરાવના પણ સંપર્કમાં હતા.

2010માં ભારતીય વાયુસેના માટે 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા માટે એંગ્લો-ઈટાલિયન કંપની અગસ્તા-વેસ્ટલેન્ડ અને ભારત સરકાર વચ્ચે કરાર થયો હતો. જાન્યુઆરી-2014માં ભારત સરકારે 3600 કરોડ રૂપિયાના કરારને રદ્દ કર્યો હતો. આરોપ હતો કે આમા 360 કરોડ રૂપિયાનું કમિશન લેવામાં આવ્યું હતું. બાદમાં ભારતીય વાયુસેનાને આફવામાં આવેલા 12 એડબલ્યૂ-101 વીવીઆઈપી હેલિકોપ્ટરોની સપ્લાયના કરાર પર સરકારે ફેબ્રુઆરી 2013માં રોક લગાવી હતી. જે સમયે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ભારત ત્રીસ ટકા ચુકવણી કરી ચુક્યું હતું અને બાકીના ત્રણ હેલિકોપ્ટરો માટે આગળની ચુકવણીની પ્રક્રિયા ચાલી રહી હતી.

આ મામલો ઈટાલીની અદાલતમાં ચાલ્યો અને તેમા ઉજાગર થયું હતું કે 53 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કંપનીએ ભારતીય અધિકારીઓને 100થી 125 કરોડ રૂપિયા સુધીની લાંચ આપી હતી. ઈટાલિયન કોર્ટના ચુકાદામાં ભૂતપૂર્વ વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગીનું નામ પણ સામે આવ્યું હતું.

અગસ્તા-વેસ્ટલેન્ડ ગોટાળાના ખુલાસા બાદ તત્કાલિન યુપીએ સરકારને વિપક્ષે ઘેરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી અને સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાની માગણી પણ કરવામાં આવી હતી. એવો પણ દાવો કરાયો હતો કે મોદી સરકારે ઈટાલી પાસેથી સોનિયા ગાંધી વિરુદ્ધ પુરાવાની માગણી કરી હતી.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

Navy Day 2021 : 225 ફૂટ લંબાઈ, 1400 કિલો વજન, નેવી ડે નિમિત્તે નૌકાદળે કર્યો સૌથી મોટો ત્રિરંગો પ્રદર્શિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!