GSTV

કોરોના વાયરસના કારણે ગ્લોબલ અર્થતંત્ર ખોરવાયું, વૈશ્વિક ઈકોનોમીમાં 250 અબજ ડૉલરનો ફટકો

ચીનમાંથી ફેલાયેલો જીવલેણ કોરોના વાયરસથી હાલ સમગ્ર દુનિયા ભયભીત છે અને જેના કારણે લોકોના જીવ તો જઈ રહ્યા છે સાથે સાથે જંગી આર્થિક નુકસાન પણ થઇ રહ્યું છે.

ઔદ્યોગિક સંગઠન PHDCCIએ આ અંગે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના પ્રકોપથી વૈશ્વિક વિકાસદરમાં 30 બેસિસ પોઇન્ટ (0.3 ટકા)નો ઘટાડો થશે છે, જેની સામાન્ય ગણતરી કરીએ તો કહી શકાય કે, આ મહામારીથી સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને 250 અબજ ડોલરનું નુકસાન થવાની દહેશત છે.

PHDCCIના પ્રમુખ ડી.કી. અગ્રવાલે જણાવ્યું કે, ગ્લોબલ સપ્લાય ચેઇનમાં વિક્ષેપથી ન માત્ર ચીનની નિકાસ પ્રભાવિત થશે, પરંતુ આયાતકાર દેશોના નિકાસ કામકાજ ઉપર પણ તેની પ્રતિકૂળ અસર પડશે. કારણ કે, તેમના દ્વારા નિકાસ કરવામાં આવતા માલ-સામાનમાં ચીનના કાચામાલ કે ઇન્ટરમીડિયેટર ગુડ્સનો એક મોટો હિસ્સો છે.

વિદેશી સામાનની સામે ઘરેલૂ વસ્તુઓનો વપરાશ વધે

અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયે આપણે વૈશ્વિક વેપાર ઉપર કોરોના વાયરસની સંભવિત અસરોને ઘટાડવા માટે પોતાની ઘરેલુ વપરાશ માંગ અને ઘરેલુ ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. ચીનમાં કોરોના વાયરસની મહામારી ફેલાતા કાચામાલની સપ્લાયમાં અવરોધ સર્જાતા ફાર્માસ્યુટિકલ, સોલાર, આયર્ન અને સ્ટીલ જેવા સેક્ટર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે, ચીન વૈશ્વિક વેપારમાં અગ્રણી છે અને માલસામાનની કુલ વૈશ્વિક નિકાસમાં 13 ટકા હિસ્સેદારી ધરાવે છે. જે અમેરિકા, હોંગકોંગ, જાપાન, કોરિયા, વિયેતનામ, જર્મની, ઇન્ડિયા, નેધરલેન્ડ સહિત ઘણા દેશોમાં નિકાસ કરે છે અને કોરોના વારયસના લીધે વૈશ્વિક વેપારની નકારાત્મકતા સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાના સંભવિત વિકાસ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

વૈશ્વિક બજારમાં ચિંતાજનક સ્થિતી

આ મહામારીને લીધે વૈશ્વિક અર્થતંત્ર અને બજારમાં ચિંતાજનક અવ્યવસ્થા સર્જાઇ શકે છે. જો કે આ મહામારીની આર્થિક અસરો તેના સમયગાળા અને ગંભિરતા ઉપર નિર્ભર કરશે. અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારીને લીધે વૈશ્વિક વિકાસદરમાં 0.3 ટકાનો ઘટાડો થઇ જશે, તેને પગલે વૈશ્વિક અર્થતંત્રને 250 અબજ ડોલરનું નુકસાન થવાની દહેશત સતાવી રહી છે.ભારતે પોતાની ગુમાવેલી હિસ્સેદારી પરત મેળવવા માટે પોતાની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી જોઇએ, જેથી માર્કેટ એક્સેસની તકો સાથે-સાથે ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસ અને બિઝનેસને સ્પર્ધાત્મકતાના મામલે દેશને ઉંચા સ્તરે લઇ જઇ શકાય.

READ ALSO

Related posts

કોરોના દર્દી કોઈ પર થૂંકશે તો હત્યાના પ્રયાસના ગુન્હા હેઠળ કાર્યવાહી કરવા આ રાજ્યના ડીજીપીનો આદેશ

Nilesh Jethva

રાજ્યનાં પાટણમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ, જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા

pratik shah

આ દેશના ડૉક્ટરોએ નવજાતને કોરોનાથી બચાવવા બનાવ્યુ સ્પેશિયલ માસ્ક, પ્રથમ બાળકની ફોટો વાયરલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!