GSTV
Home » News » બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન

બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન

એકાવન હજાર દીવડાની મહા આરતી સાથે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન. લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને અશ્વ શક્તિનું સન્માન થાય જેના ભાગ રૂપે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે આવેલ બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ચાર દિવસીય અશ્વ અને શિવ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અશ્વ મેળાને 1 માર્ચે ખુલો મુકવામાં આવ્યો હતો જે ગત રોજ શિવરાત્રીની મોડી સાંજે એકાવન હજાર દિવડાની મહા આરતી સાથે રંગે ચંગે સંપન્ન થયો હતો.

આ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી અશ્વ પાલકોએ અહીં યોજાતી અશ્વની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો અશ્વ મેળાની સાથે સાથે અહી આવેલ બુઢેશ્વર મહાદેવના મંદિરે ચાર દિવસ લોક મેળો પણ ભરાયો હતો. જે મેળો શિવરાત્રીની મોડી સાંજે એકાવન હજાર દીવડાની મહા આરતી સાથે સુખરૂપ સંપન્ન થયો હતો. શિવરાત્રીની રાત્રે અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મેળામાં આવેલ શિવ ભક્તો અને અશ્વ પાલકો ઉપસ્થિત રહી બુઢેશ્વર મહાદેવની એકાવન હજાર દીવડાથી મહા આરતી ઉતારવામાં આવી હતી.

Related posts

કોંગ્રેસના હાથમાંથી સરકી વધુ એક તાલુકા પંચાયત, કડાણામાં ભાજપ ફરી આવશે સત્તા પર

Arohi

ટમેટા બાદ ગરીબોની કસ્તૂરી ડુંગળી પણ હવે લોકોને રડાવી રહી છે, પ્રતિકિલો આટલા છે ભાવ

Arohi

VIDEO : અન્ય યુવતી સાથે રંગરેલીયા મનાવી રહેલા જમાઈને સસરાએ પકડી પાડ્યો અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!