GSTV
Home » News » દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોરના કારણે વૈશ્વિક મંદીની સંભાવના વધી, ભારતને પણ થશે ઘણી અસરો

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોરના કારણે વૈશ્વિક મંદીની સંભાવના વધી, ભારતને પણ થશે ઘણી અસરો

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટ્રેડવોરના તણાવને કારણે વૈશ્વિક મંદીની સંભાવનાઓ વધી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર આ સંકેતો આપી રહ્યું છે. અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની મોર્ગન સ્ટેનલીએ એક વાર ફરીથી આર્થિક મંદીના સંકેતો આપ્યા છે. મોર્ગન સ્ટેનલીનું માનીએ તો, ભારત આ મંદીની લપેટથી થોડું દૂર રહેશે. પરંતુ, સરકારે સજ્જ રહેવું પડશે અને તેને નજરઅંદાજ કર્યા વગર જરૂરી પગલા ઉઠાવવા પડશે.

થોડા જ દિવસો પહેલા RBI ગવર્નર શશિકાન્ત દાસે પણ મંદીની ચિંતાને દૂર કરતા કહ્યું હતું કે, નીતિગત રીતે ભારતમાં બધું જ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, જો અમેરિકા દ્રારા ટ્રેડ વોર ફરીથી ભડકે અને તે ચીનથી આવતા તમામ સામાન પર ડ્યુટી વધારીને 25 ટકા કરી દે તો દુનિયામાં ત્રણ ક્વાર્ટરમાં મંદી આવી જશે. જો કે, ભારતના બધા સેક્ટર્સમાં મંદીની અસર નથી જોવા મળી રહી પરંતુ ઓટો સેક્ટર મંદીની લપેટ જોવા મળી રહી છે. પરંતુ સરકાર ઓટો સેક્ટરના રિવાઈવલ માટે મોટા પેકેજનું એલાન કરી શકે છે.

ડેડિકેટેડ વિન્ડો હેઠળ નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ ઓટો સેક્ટરને વધુ લોન આપી શકે છે. આ મંદીને જોતા દુનિયાના તમામ સેન્ટ્રલ બેન્ક વ્યાજ દરોમાં કાપ મુકી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કે થોડા દિવસો પહેલા રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 બેઝીસ પોઈન્ટ અને થાઈલેન્ડે પણ 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અમેરિકા અને ચીનના ટ્રેડ વોર ચાલી રહ્યું છે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલ વાતચીત કોઈ પરિણામ પર પહોંચી નથી રહી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કેન્સલ કરી શકાય છે. જાણકારો કહે છે કે, 2020ના અંતમાં થનાર અમેરિકાના નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સુધી ટ્રમ્પનો આ રવૈયો રહી શકે છે અને ત્યાં સુધી ટ્રેડ વોરનો ખતરો બની રહેશે. થોડા દિવસો પહેલા ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 1 સપ્ટેમ્બરથી ચીનથી આવતા 300 બિલિયન ડોલરના સામાન પર 10 ટકાનો ટેરિફ લગાવશે. તેમણે જણાવ્યું કે, આ ટેરિફ 250 બિલિયન ડોલરના સામાન પર લાગતા 25 ટકાના ટેરિફથી અલગ હશે.

મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે, જો 300 બિલિયન ડોલર પર ટેરિફ વધારીને 25 ટકા કરી દેવામાં આવે તો દુનિયાભરમાં ત્રણ ક્વાર્ટરમાં મંદી આવી જશે. મીડિયા અહેવાલ અનુસાર, રાજકીય જાણકારોનું કહેવું છે કે, ટ્રમ્પ આગામી દિવસોમાં એવું કરી શકે છે. આ બાજુ, IMFએ ચીનનો વિકાસ દર ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે. અમેરિકાના આ પગલાથી ચીનનો ગ્રોથ રેટ તેજીથી ગબડી રહ્યો છે. 11 વર્ષ બાદ અમેરિકા ફેડરલ રિઝર્વે રેપો રેટમાં 25 બેઝીસ પોઈન્ટ (2.25 ટકાથી 2 ટકા) નો કાપ મુક્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત રેટ કટનું દબાણ બની રહ્યું છે. ન્યૂઝીલેન્ડે 50 બેઝીસ પોઈન્ટ તરફથી થાઈલેન્ડે 25 બેઝીસ પોઈન્ટ અને ભારતે 35 બેઝીસ પોઈન્ટનો કાપ મુક્યો છે.

Read Also

Related posts

અમદાવાદના યુવકને ફેસબુક પર મિત્રતા કરવી પડી ભારે, યુવતીએ કર્યા આવા હાલ

Nilesh Jethva

પીવી સિંધુ પાછળ લટ્ટુ છે આ 70 વર્ષના વૃદ્ધ, લગ્ન કરવા માટે કરી રહ્યાં છે ધમપછાડા

Kaushik Bavishi

કોડીનારમાં 10 શખ્સો એક વ્યક્તિ પર લાકડીઓ લઈને તૂટી પડ્યા, વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!