GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

કોરોના ચેપના વધતા કેસોને જોતા વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, અને દુનિયાના લગભગ તમામ દેશોની આર્થિક સંભાવના અસ્પષ્ટ દેખાઈ રહી છે. ડન એન્ડ બ્રોડસ્ટ્રીટનાં રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશોના જોખમ અને વૈશ્વિક પરિદૃશ્યના રિપોર્ટમાં જણાવાયું છે કે વ્યાપક વૈશ્વિક પરિદૃશ્ય અસ્પષ્ટ છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા 2022 પહેલાં કોરોનાનાં પુર્વ સ્તર પર આવશે નહીં.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો

આ રિપોર્ટમાં 132 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે. આ બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો ઘટાડો અને 2009નાં 1.9 ટકાના ઘટાડા કરતા ઘણો મોટો ઘટાડો હશે. એશિયા પેસિફિક ક્ષેત્ર 2020નાં અંત પૂર્વે આર્થિક પ્રભાવમાંથી બહાર આવે તેવી સંભાવના ઓછી છે.

ભારતની અર્થવ્યવસ્થામાં પણ ઘટાડો થવાની સંભાવના

મુખ્ય ઇકોનોમિસ્ટ અરૂણસિંહે કહ્યું કે ઘણા દેશો લોકડાઉનમાં ઢીલ આપી રહ્યા છે. પરંતુ વૃદ્ધિ અને ઘટાડાની વધુ જુદી જુદી તસવીરો પ્રકાશમાં આવી છે. તેમણે કહ્યું કે, “તીવ્ર મંદીની સંભાવના છે, અને એવો અંદાજ છે કે 2022 પહેલા વિશ્વની અર્થવ્યવસ્થા રોગચાળાની પુર્વેની સ્થિતિએ પાછી નહીં આવે.” તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાની સંભાવના છે. ચાર દાયકાની સ્થિર વૃદ્ધિ પછી આ પહેલીવાર બનશે, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે.

તેમણે કહ્યું કે માર્ચમાં અમે ભારતનું રેટિંગ ડીબી 4 ડીથી ઘટાડીને ડીબી 5 સી કર્યું છે. આ અર્થતંત્રના નીચે જતા અને 1994 પછીનું સૌથી વધુ જોખમી સ્તર હોવાના આધારે કરવામાં આવ્યું હતું. ડીબી 5 નો અર્થ થાય છે નોંધપાત્ર રીતે ઉચ્ચ સ્તરનું જોખમ અને વળતર પર નોંધપાત્ર અનિશ્ચિતતા.

READ ALSO

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

રામાયણની સીતા દીપિકા ચિખલીયા ‘ગાલિબ’થી કમબેક કરશે, ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

Bansari

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!