GSTV

ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મૈક્સવેલે ભારતીય યુવતી સાથે કરી સગાઈ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલે સગાઈ કરી લીધી છે. મૈક્સવેલે ભારતીય મૂળની ગર્લ ફ્રેન્ડ વિની રમણ સાથે સગાઈ કરી છે. ત્યાર બાદ ઈંસ્ટાગ્રામના માધ્યમથી તેણે આ ખુશખબરી ફેન્સ સાથે શેર કરી હતી. મૈક્સવેલ અને વિની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વિનીએ પણ ઈંસ્ટાગ્રામ પર પોતાની સગાઈની તસ્વીર શેર કરી હતી.ગ્લેન મૈક્સવેલને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ તે કોણીના સર્જરી કરાવવા માટે થઈને ટીમમાંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. હાલ ત્યાં બંને ટીમો વચ્ચે ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝ રમાઈ રહી છે. ત્યાર બાદ ત્રણ મેચોની ઈન્ટરનેશનલ સીરીઝ પણ રમાવાની છે. મૈક્સવેલે વિની સાથે સગાઈના ફોટો શેર કરતા કૈપ્શનમાં રિંગ બનાવી છે. તો આ બાજૂ વિનીએ પણ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ગત અઠવાડીયે જ મારા ચાહિતા વ્યક્તિએ મને લગ્ન કરવા માટે પૂછ્યુ અને મૈં હા કહી દીધી. મૈક્સવેલે હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તેણે મેંટલ હેલ્થનું કારણ જણાવી આ બ્રેક લીધો છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સીએમ રૂપાણીએ આ 10 ગામોના સરપંચો સાથે કર્યો સંવાદ

Nilesh Jethva

પ્રાણવાયું, IIT રૂડકીના સંશોધકોએ કરી દીધી કમાલ, ભારતને હવે નહીં રહે કોરોનામાં ડર

Ankita Trada

PM મોદીએ શેર કર્યો અટલ બિહારી વાજપેયીનો વીડિયો, જુઓ યાદ કરતા શું લખ્યું…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!