ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પોતાની ભારતીય ગર્લફ્રેન્ડ વિની રામન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે અને આ જોડીએ ગયા અઠવાડીયામાં સગાઈ પણ કરી લીધી છે. ગ્લેન મેક્સવેલ અને તેમની મંગેતર વિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતને ફેન્સ અને સગાવ્હાલાને આ વિશે જાણકારી આપી હતી.
IPL માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી આ વખતે પોતાનું શાનદાર પ્રદર્શન આપતા પહેલા આ દિગ્ગજે સાફ કરી દીધુ છે કે, ભારતીય મૂળની વિની રમન સાથે સગાઈ કરી લીધી છે. પંજાબની આ ટીમે તેમને 2020 માટે થયેલા ઓક્શનમાં 10.75 કરોડ રૂપિયા લગાવ્યા છે.


મેક્સવેલે વિનીની સાથે પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં વિનીએ સગાઈની વીંટી પહેરેલી છે. વિનીએ વીંટીને દેખાડીને પોઝ પણ આપ્યો હતો. મેક્સવેલે આ ફોટોની સાથે રિંગવાળુ એક ઈમોજી પણ પોસ્ટ કર્યુ છે. જો કે, તેમણે હજુ સુધી આ સગાઈને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી.
જમણા હાથનો આ બેટ્સમેન વિનીની સાથે લગ્નના બંધનમાં બંધાતાની સાથે જ ભારતીય યુવતી સાથે લગ્ન બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની જશે. આ પહેલા શૉન ટેટ ઈન્ડિયન ગર્લ સાથે લગ્ન કરી ચૂક્યા છે.
READ ALSO
- મોદી સરકારનો નનૈયો પણ ભાજપના સાંસદે ખોલી પોલ : ચીને અરૂણાચલમાં 4.5 કિલોમીટર અંદર વસાવ્યું ગામ, તસવીરો કરી જાહેર
- ગૂગલ પરથી નંબર મેળવી કસ્ટમર કેર પર ફોન કરવાનું કરો બંધ, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન
- PUBG રસિયાઓ ખુશખબર, આ તારીખની આસપાસ નવું ટીઝર Relaunch થઇ શકે છે
- પીએમ મોદીએ કર્યું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ગણાવ્યું કનેક્ટિવિટીમાં ઐતિહાસિક પગલું
- મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે