સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવા વીડિયો સામે આવે છે જેને જોઈને ભારે નવાઇ લાગે છે. અત્યારે એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ લોખંડની મદદથી કાચની બોટલ જોડતો દેખાય છે.

જો કે આપણે બધાએ લુહારની દુકાન પર લોખંડને લોખંડથી જોડતા દરવાજા કે બીજી કેટલીક વસ્તુઓ બનાવતા જોયા છે. આવા વખતે વેલ્ડિંગ મશીનનો પણ ઉપયોગ થાય છે. અત્યારે વાયરલ વીડિયોમાં કાચની બોટલને લોખંડથી જોડાતા જોઈને દરેક વ્યક્તિ હેરાન થઇ રહ્યો છે.
લોખંડથી જોડી કાચની બોટલ
વાયરલ થયેલા આ વીડિયોને ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેમાં એક વ્યક્તિને અનોખો એક્સપેરિમેન્ટ કરતા જોઇ શકાય છે. આ દરમ્યાન કોલ્ડડ્રિંકની બોટલને લોખંડની એક મોટી શીટ સાથે જોડતા જોઇ શકાય છે. તે તેને જોડવા માટે વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરે છે.

વેલ્ડિંગ દરમ્યાન પેદા થતી ગરમીથી લોખંડ પીગળી જાય છે. જેનાથી બે અલગ અલગ લોખંડને જોડી દેવામાં આવે છે. વીડિયોમાં વેલ્ડિંગ દરમ્યાન કાચ ગરમ થઈને પીગળી જાય છે અને તે લોખંડથી ચીપકી જાય છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી