GSTV
Home » News » નવી ટેનિસ સનસની બની આ હૉટ ટેનિસ પ્લેયર, સોશિયલ મીડિયા પર ધડાધડ વધી રહ્યાં છે ફૉલોઅર્સ

નવી ટેનિસ સનસની બની આ હૉટ ટેનિસ પ્લેયર, સોશિયલ મીડિયા પર ધડાધડ વધી રહ્યાં છે ફૉલોઅર્સ

એક જમાનામાં સાનિયા મિર્ઝાને લોકો ટેનિસ સનસની કહેતાં હતા. સાનિયાએ પોતાની ગેમ અને ખૂબસુરતી બંનેથી લોકોને પોતાના ચાહક બનાવ્યાં હતા. હવ ટેનિસની નવી ખેલાડીએ લોકોને પોતાના દિવાના બનાવ્યાં છે. નવી ટેનિસ સનસનીનું નામ છે બિયાંકા એન્ડ્રીકૂ. બિયાંકાએ આ વર્ષે યૂએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત બાદથી જ તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

બિયાંકા કેનેડાની રહેવાસી છે. 19 વર્ષની ઉંમરમાં જ બિયાંકા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સને પછાડીને દુનિયાભરમાં છવાઇ ગઇ છે.

બિયાંકાએ 8 સપ્ટેમ્બરે રમાયેલી યુએસ ઓપનની ફાઇનલમાં સેરેનાને 6-3 અને 6-7થી ધૂળ ચટાડી હતી.

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે બિયાંકા અને સેરેના આમને-સામને આવી હોય. અગાઉ પણ આ વર્ષે રોજર્સ કપમાં તેમની ટક્કર થઇ હતી.

રોજર્સ કપમાં બંને વચ્ચે મુકાબલો કોઇ નિર્ણય વિના જ પૂરો થઇ ગયો હતો. હકીકતમાં સેરેના ઘાયલ થઇ ગઇ હતી.

યૂએસ ઓપન જીત્યા બાદ બિયાંકા ટેનિસમાં 15મા ક્રમેથી 5મા ક્રમે આવી ગઇ છે.

અગાઉ આ નવી ટેનિસ સનસનીએ તમામ જુનિયર ગ્રાન્ડ સ્લેમ્સ પોતાના નામે કર્યા છે

યૂએસ ઓપનની ફાઇનલમાં બિયાંકા પહેલી વાર પહોંચી હતી અને તેણે ખિતાબ પણ જીત્યો હતો.

યૂએસ ઓપન જીત્યા બાદ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યામાં ભારે વધારો થયો છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર તેને 6 લાખ લોકો ફૉલો કરી રહ્યાં છે. સાથે જ ટ્વિટર પર પણ લાખો લોકો તેની સાથે જોડાયેલા છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!