અભિનેત્રી રકુલ પ્રિત સિંહ હાલમાં તેની ફિલ્મી કરિયરથી દૂર માલદિવમાં રજાઓ માણી રહી છે. તે તેના પરિવાર સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી રહી છે. રકુલનો ગ્લેમરસ અંદાઝ હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેણે તેની ફેશન સેન્સથી બધાને પ્રભાવિત કર્યા છે.

બિકિનીથી માંડીને સુંદર ટોપ્સ સુધી રકુલ દરેક લૂકમાં શાનદાર દેખાઈ રહી છે. હવે રકુલનો બીજો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ફોટામાં રકુલ બીચ પર બેઠેલી તડકાની મજા લઇ રહી છે. તેણે રંગીન પટ્ટાવાળું ટોપ પહેર્યું છે.


આઠ મોટી રેસ્ટોરન્ટ્સ છે
રકુલનો બિકીની ફોટો પણ ટ્રેન્ડ થઇ રહ્યો છે. નારંગી બિકિનીમાં રકુલની સ્ટાઇલ અત્યંત સરસ લાગે છે, તેની ફિટનેસ પણ જોવા મળી રહી છે. આ ચિત્રમાં જીમમાં તેની મહેનત સ્પષ્ટ જોઇ શકાય છે. જોકે રકુલ અત્યારે જે હોટેલમાં રોકાઈ છે તે પણ સમાચારોમાં બનેલું છે. રકુલ પ્રિત માલદિવના લક્સસાઉથ એરી એટોલમાં રોકાઈ છે. તે રિસોર્ટમાં 193 પ્રાઇવેટ વિલા છે. એટલું જ નહીં આ રિસોર્ટમાં એક નહીં પરંતુ આઠ મોટી રેસ્ટોરન્ટ્સ છે. પાર્ટી કરવા માટે પાંચ બાર પણ બનાવવામાં આવ્યા છે.

અભિનેત્રીનો ફોન પણ જપ્ત કરાયો હતો
લક્સસાઉથ એરી એટોલમાં એક દિવસના 40 હજારથી 60 હજાર રૂપિયા સુધી ચુકવણી કરવાની રહે છે. હવે અહીં ઘણાં વિલા હોવાને કારણે અહીં આવેલા મહેમાનને ઘણો પ્રાઇવેટ સમય મળી રહે છે. રકુલ પ્રિત સિંહના અંગત જીવનની વાત કરીએ તો તે થોડા સમય અગાઉ ડ્રગ્સના કેસમાં ખરાબ રીતે સંડોવાયેલી જોવા મળી હતી.

તેની એનસીબી દ્વારા ઘણા કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. અભિનેત્રીનો ફોન પણ જપ્ત કરાયો હતો. હવે અભિનેત્રી ફરીથી તેની કારકિર્દી પર ભાર મૂકવાનો પ્રયાસ કરી રહી છે.
READ ALSO
- ઉત્તર ભારત ઠુંઠવાયુ: આ રાજ્યમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં ભરશિયાળે ધમધોકાર વરસાદ
- ખેડૂત આંદોલન: ટ્રેક્ટર પરેડ માટે ‘લક્ષ્મણ રેખા’, સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પર રહેશે નજર
- પશ્વિમ બંગાળનાં રાજકીય મેદાનમાં ઉતરશે શિવસેના-સંજય રાઉતે કરી જાહેરાત, BJPને પડી શકે છે મુશ્કેલી
- બંગાળમાં કોરોના વેક્સિનની લૂટ? સ્વાસ્થ્યકર્મીઓ માટે આવેલી રસીઓ TMC નેતાઓએ લગાવી-BJPનો મોટો આરોપ
- બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ