GSTV

ચીને આપી Norwayને ધમકી: હોંગકોંગ પ્રદર્શન કર્તાઓને નોબેલ આપશો તો ભોગવવું પડશે

Last Updated on August 31, 2020 by Karan

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ યુરોપના દેશોની મુલાકાત શરૂ કરી છે. તેના ભાગરૂપે Norwayની મુલાકાત લીધી એ વખતે વાંગ યીએ નોબેલ પારિતોષિક મુદ્દે નોર્વેને ધમકી આપી હતી. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે જો Norway હોંગકોંગના પ્રદર્શનકારીઓને શાંતિનું નોબેલ આપવાનું વિચારશે તો બંને દેશોના સંબંધો ખરાબ થઈ જશે.

China Norway

ભૂતકાળની ભૂલ ફરીથી ન કરે Norway: ચીની વિદેશ મંત્રી

ચીની વિદેશ મંત્રી વાંગ યીને પૂછવામાં આવ્યું હતું કે જો શાંતિનું નોબેલ પારિતોષિક હોંગકોંગના પ્રદર્શનકારીઓને અપાશે તો ચીનની શું પ્રતિક્રિયા હશે. જવાબમાં અકળાયેલા ચીની વિદેશ મંત્રીએ કહ્યું હતું કે Norwayએ ભૂતકાળમાં થયેલી ભૂલ બીજી વખત કરવી ન જોઈએ. હોંગકોંગ ચીનનો આંતરિક મુદ્દો છે અને એમાં કોઈ પણ દેશની દખલગીરી ચીન સ્વીકારી લેશે નહીં.

દલાઈ લામાને નોબેલ આપતા વણસ્યા હતા સંબંધો

વાંગ યીએ ધમકી આપતા કહ્યું હતું કે નોર્વેએ અગાઉ તિબેટિયન ધર્મગુરૂ દલાઈ લામા અને ચીનના માનવાિધકાર કાર્યકર્તા લિયૂ શિયાબોને શાંતિનું નોબેલ આપ્યું હતું, એ સમયગાળામાં બંને દેશોના સંબંધો અતિશય ખરાબ થયા હતા. નોર્વેએ ચીન સાથે સંબંધો સારા રાખવા ફરી વખત એ પગલું ન ભરવું જોઈએ એવું વાંગ યીએ ઉમેર્યું હતું.

હોંગકોંગમાં લોકશાહી બચાવવા પ્રદર્શન

હોંગકોંગમાં લોકશાહી બચાવવા માટે છેલ્લાં એકાદ વર્ષથી પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ પ્રદર્શનકારીઓને શાંતિનું નોબેલ પારિતોષિક આપવાની હિલચાલ થઈ હોવાનું જણાતા ચીન અકળાયું હતું. જો આ લોકશાહી બચાવવા મથતા પ્રદર્શનકારીઓને શાંતિનું નોબેલ મળે તો દુનિયાભરમાં ચીનની ફજેતી થાય.

હોંગકોંગ મુદ્દે ચીનની થઇ રહી છે ટીકા

હોંગકોંગ મુદ્દે ચીન જૂઠું સાબિત થઈ ચૂક્યું છે અને અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ જેવા દેશો હોંગકોંગ બાબતે ચીનની ટીકા કરી ચૂક્યા છે. અગાઉ તિબેટિયન ધર્મગુરૂ દલાઈ લામાને 1989માં નોબેલ પારિતોષિક મળ્યું હતું. લિયૂ શિયાબોને 2015માં નોબેલા પારિતોષિક મળ્યું હતું. એ વખતે ચીને વિરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari

નવો ખુલાસો: શું નોટ અને સિક્કાથી પણ ફેલાઈ છે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરી રાહત આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!