GSTV
Home » News » પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને હું ભાજપમાં સામેલ થયો છું : ગૌતમ ગંભીર

પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને હું ભાજપમાં સામેલ થયો છું : ગૌતમ ગંભીર

gautam gambhir bjp

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં સામેલ થયા છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને નાણા પ્રધાન અરૂણ જેટલીની હાજરીમાં ગૌતમ ગંભીરે ભગવો ધારણ કર્યો છે. અરૂણ જેટલીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ કે, ભાજપ વિસ્તારવાદી નીતિમાં માને છે. આજે ફરીવાર સાબિત થયુ છે કે, ભાજપ કેડર બેઝ પાર્ટી નથી. ગંભીર દિલ્હીના રહેવાસી છે અને તેમણે ક્રિકેટના માધ્યમથી દેશ અને વિદેશમાં પોતાનું નામ રોશન કર્યુ છે.

ભાજપમાં જોડાયા બાદ ગંભીરે કહ્યું કે, પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને હું ભાજપમાં સામેલ થયો છું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૌતમ ગંભીર નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. છેલ્લા ઘણા સમયથી ગંભીર ભાજપમાં જોડાશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. તેના પર આજે પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યુ. ગૌતમ ગંભીર આઈપીએલ અને વનડે જેવી મેચમાં પણ સારૂ પ્રદર્શન કરી ચુક્યા છે. ત્યારે ગંભીર ભાજપમાં સામેલ થતા પાર્ટીને ફાયદો થવાની આશા છે. ભાજપમાં સામેલ થયા બાદ ગૌતમ ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યા તેમની સાથે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌતમ ગંભીરને સામેલ કરવાના કારણો

ગૌતમ ગંભીર. ભારતનો એ ક્રિકેટર જેણે 2011નો વિશ્વકપ જીતાડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે એ જ ક્રિકેટર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો છે. ઘણા સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી લડી શકે છે. અને હવે તે વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે.

છેલ્લા કેટલાય સમયથી ગૌતમ ગંભીર ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ દેશ અને વિદેશના મુદ્દાઓ પર પોતાના વિચારો રાખી રહ્યા હતા. તે દરેક વખતે સરકાર પર પોતાની નીતિઓ રાખી આલોચના કરતા હતા અને રાષ્ટ્રવાદની વાતો પણ કરતા હતા. જેના કારણે ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ ગંભીર રાજકારણમાં ઉતરશે તેવું સાફ લાગી રહ્યું હતું. ગૌતમ ગંભીરે ભાજપમાં જોડાવાની સાથે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપમાં સામિલ થઈ રહ્યો છું.

સત્તત નિવેદનો અને ટ્વીટ કરીને તે વર્તમાન રાજનીતિમાં એન્ટ્રી મેળવ્યા વિના જ સક્રિય રહેતા હતા. ત્યારે હવે ખબરોની માનવામાં આવે તો આગામી સમયમાં ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. કારણ કે તે તેમનો મત વિસ્તાર છે. દિલ્હીમાં ક્રિકેટરનો જન્મ થયો છે. યુવાઓમાં પોપ્યુલર છે. જેનો ફાયદો ભાજપને થવાનો છે. પણ હવે જાણીએ કે શા માટે ગૌતમ ગંભીરને ભાજપમાં સામેલ કરી દિલ્હીમાં વિરોધી પાર્ટીઓને દોડતી કરી દીધી છે. ગૌતમ ગંભીર રાજનીતિમાં નહોતા જોડાયા એ પહેલાની તેમની કામગીરી અને સમાજસેવા અવ્વલ રહી છે.

રાજનીતિક મુદ્દાઓ પર અવ્વલ રહ્યા

ગૌતમ ગંભીરે ઘણી વખત ટ્વીટ કરીને દિલ્હીની આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ પર નિશાના સાધ્યા છે. રાજનેતાઓના નિવેદનો, આતંકી હુમલાઓ અને સરકાર દ્રારા જારી કરવામાં આવેલી યોજનાઓ પર સવાલો ઉભા કરતો હતો.

જ્યારે કિન્નરના લુકમાં નજર આવ્યા ગંભીર

કિન્નર સમાજ પ્રતિ પોતાનું સમર્થન દર્શાવતા ગૌતમ ગંભીર ગત્ત દિવસોમાં કિન્નરો સાથે જોડાયા હતા. માથામાં ચાંદલો લગાવ્યો અને દુપટ્ટો પણ ઓઢ્યો. આ સિવાય ગંભીરે રક્ષાબંધનના સમયે પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેઓ ટ્રાન્સજેન્ડર સાથે રાખડી બાંધતા જોવા મળ્યા હતા.

શહીદ બાળકોના અભ્યાસનો ખર્ચ

ગૌતમ ગંભીરે સામાજિક કાર્યોમાં પણ પાછળ વળીને નથી જોયું. છત્તીસગઢના સુકમામાં જ્યારે નક્સલી હુમલો થયો ત્યારે તેમણે 25 શહીદ જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા પોલીસ ઓફિસર અબ્દુલ રશિદની દિકરીના અભ્યાસનો પણ ખર્ચ ઉઠાવ્યો હતો.

ગૌતમ ગંભીર નિવૃતિ બાદ ક્રિકેટથી ખૂબ દૂર હતા. 2013માં ગંભીરે ભારત માટે છેલ્લી વનડે રમી હતી. જ્યારે 2016માં તેમણે ઈંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 2011માં 50 ઓવરના વર્લ્ડકપમાં અને 2007ના 20-20 વર્લ્ડકપની ફાઈનલમાં પણ ગૌતમ ગંભીરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

READ ALSO

Related posts

બર્બરતાની ચરમસીમા : અહીં વાંદરાઓ પર ટેસ્ટ થાય છે તમામ દવાઓ, તસવીરો જોઈ હૈયુ કંપી ઉઠશે

Mansi Patel

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા કેજરીવાલે આપ્યું આ ગેરંટી કાર્ડ, 10 વચનોનું કરશે પાલન

Mayur

1 ફેબ્રુઆરીથી લાખો ફોન્સ પર કામ નહી કરે Whatsapp, ફટાફટ લિસ્ટ ચેક કરી લો ક્યાંક તમારો ફોન તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!