GSTV

Valentine’s Day પર તમારા પાર્ટનરને આપો સ્માર્ટફોન, Realme C3નો આજે પહેલો સેલ

Realme C3નો આજે પહેલો સેલ આવી રહ્યો છે. આ સ્માર્ટફોનને ભારતમાં ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ Realme C2નું જ અપગ્રેડેડ વર્જન છે. Realme C3ની ખાસ વાત કરવામાં આવે તો તેના રિયરમાં ડુઅલ કેમરા સેટઅપ અને MediaTek Helio G70 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનનો મુકાબલો શાઓમીના હાલમાં જ લોન્ચ થયેલા Redmi 8A Dual સ્માર્ટફોન સાથે રહેશે.

Realme C3ની શરૂઆતી કિંમત 6,999 રૂપિયા છે. આ કિંમત 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટની છે. તેજ તેના 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. બન્ને જ ઓપ્શનમાં ગ્રાહક બ્લેજિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર ઓપ્શનમાં ખરીદી શકશો. ગ્રાહક આ સ્માર્ટફોનને આજે ફ્લિપકાર્ટ અને રિયલમીની ઓફિયલ વેબસાઈટથી બપોરે 12 વાગે ખરીદી શકશો.

Realme C3ની સાથે મળનાર ઓફર્સની વાત કરવામાં આવે તો જીયોના ગ્રાહકોને 349 રૂપિયાના પ્લાનની સાથે 7,550 રૂપિયા સુધીના બેનિફિટ્સ મળશે. ત્યાં જ ફ્લિપકાર્ટથી પહેલા સેલમાં આ સ્માર્ટફોનને ખરીદનાર ગ્રાહકોને જુના સ્માર્ટફોનના બદલામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાની છુટ જરૂર મળશે.

આ છે સ્પેસિફિકેશન્સ

Realme C3ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો એન્ડ્રોયડ એન્ડ્રોયડ 10 બેસ્ડ Realme UI 1.0 પર ચાલે છે અને તેમાં 6.5 ઈંચ HD+ (720×1600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ તેમાં 4GB સુધી રેમની સાથે ઓક્ટા-કોર MediaTek Helio G70 પ્રોસેસર હાજર છે.

ફોટોગ્રાફી માટે તેના રિયરમાં ડુઅલ કેમરા સેટએપ હાજર છે. આ સેટઅપનો પ્રાઈમરી કેમરા 12MPનો અને સેકેન્ડરી કેમરો 2MPનો છે. સેલ્ફી માટે અહીં 5MPનો કેમરો આપવામાં આવી રહ્યો છે. Realme C3ની મેમોરી 64GB સુધીની છે અને તેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી દ્વારા તેમાં G VoLTE, Wi-Fi, બ્લુટૂથ v5, GPS/ A-GPS, માઈક્રો-USB અને એક 3.5mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. તેની બેટરી 5,000mAhની છે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!