GSTV

આ ખાસ ગિફ્ટ આપશો તો તમારા પિતાના ખાતામાં જીવનપર્યત પૈસા આવશે

ખાનગી સેક્ટરમાં નોકરી કરનારા લોકો હંમેશા નિવૃત્તિ બાદના જીવનને લઇને ચિંતામાં રહે છે. જો તમારા પિતા ખાનગી સેક્ટરમાં નોકરી કરે છે તો તમે એક સારી ભેટ આપીને તેમને આ ડરમાંથી આઝાદ કરી શકો છો. અમે તમને સરકારની એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યાં છે, જે નિવૃત્તિ બાદ તમારા પિતા માટે વરદાન રૂપ સાબિત થશે અને આખા જીવનપર્યત તેમના એકાઉન્ટમાં પૈસા આવતા રહેશે. આ સ્કીમને તમે ભેટ સ્વરૂપે પોતાના પિતાને આપી શકો છો.

આ સ્કીમ શું છે

અમે વાત કરી રહ્યાં છે NPS એટલેકે ‘ન્યૂ પેન્શન સિસ્ટમ’ની. એનપીએસ સ્કીમની મદદથી તમે એ નક્કી કરી શકશો કે પિતાને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને પેન્શન મળે. પેન્શનની રકમ પણ તમે નક્કી કરી શકો છો. આ સ્કીમમાં જોડાણ કરવાની મહત્તમ ઉંમર 65 વર્ષ છે.

કઈ ઉંમરમાં ખોલાવશો એકાઉન્ટ

સામાન્ય રીતે જ્યારે પિતાની ઉંમર 40 થી 45 વર્ષ થાય છે ત્યારે દીકરાની આવક શરૂ થાય છે. એવામાં પુત્રની પાસે એનપીએસમાં યોગદાન માટે 15 અથવા 20 વર્ષનો સમય બચે છે. નવા નિયમો મુજબ તમે પિતાના 65 વર્ષની ઉંમર સુધી એનપીએસમાં યોગદાન કરી શકો છો. એનપીએસમાં કોન્ટ્રીબ્યુશનની કોઈ લિમિટ નથી. તેમાં તમે જેટલા ઈચ્છો તેટલા પૈસાનુ રોકાણ કરી શકો છો. જો સમય ઓછો છે તો વધુ પૈસા લગાવીને પિતાને વધુ પેન્શનની સુવિધા આપી શકાય છે.

NPSમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો?

દેશના લગભગ બધા સરકારી અને ખાનગી બેંકોમાં એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકાય છે. એકાઉન્ટ ખોલાવવા માટે તમારે એવા દસ્તાવેજોની જરૂર પડે છે, જે સામાન્ય એકાઉન્ટ ખોલાવવામાં કામ આવે છે. આ સાથે જ બેંક એક રજીસ્ટ્રેશન ફોર્મ આપે છે, જેને આખુ ભરીને જમા કરાવવાનુ હોય છે.

READ ALSO

Related posts

ગુજરાતના પ્રથમ ભાજપા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર નેતાની આ છે 60 વર્ષની રાજકીય કારકિર્દી

Karan

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel

દારૂને રાજસ્થાનથી નડિયાદ પહોંચાડવાનો ભાવ રૂપિયા 50 હજાર, પોલીસની સિન્ડીકેટ જાણવા કોન્સ્ટેબલની ધરપકડ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!