GSTV
Home » News » જૂની નોટ આપો અને આટલા ટકાએ તમને મળી જશે નવી નોટના બંડલ

જૂની નોટ આપો અને આટલા ટકાએ તમને મળી જશે નવી નોટના બંડલ

નોટબંધીને 2 વર્ષ કરતા વધુ સમય વીતિ ગયો છે. આમ છતાં હજુ પણ અનેક વખત જૂની રદ કરાયેલી ચલણી નોટ મળી રહી છે. ત્યારે આવા જ કેટલાક શખ્સો નવસારીના ઉંડાચ નજીકથી ઝડપાયા છે. જેની પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડની જૂની ચલણી નોટ મળી આવી છે.

મહારાષ્ટ્રના 3 અને નવસારીના અબ્રામામાં રહેતા એક શખ્સને નવસારી એલસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ઝડપી પાડ્યા. તેમની કારની તપાસ કરાઇ તો 3 કરોડ 50 લાખ 82 હજારની રૂપિયા 500 અને 1000ની રદ કરાયેલી જૂની ચલણી નોટ મળી હતી.

કારનો પીછો કરીને ઉંડાચ નજીકથી ઝડપી પાડવામાં આવેલા આ શખ્સોની પૂછપરછમાં સામે આવ્યુ કે તેઓ 10 ટકા કમિશનથી નોટ લઇને આવ્યા હતા. અને આગળ 10 ટકાએ આપી દેવાના હતા. ત્યારે હવે પોલીસ દ્વારા એ તપાસ શરૂ કરાઇ છે કે આ શખ્સો કોની પાસેથી આ નોટ લાવ્યા હતા અને કોને આપવાના હતા.

Related posts

માંગરોળમાં અછત સર્વેમાં છબરડા, ચાલીશ વીધા જમીન હોય તો પણ સર્વે દશ વીધાનો

Arohi

થરાદ વિધાનસભા બેઠકનાં 7 ઉમેદવારોના ભાવિનો ગુરૂવારે થશે ફેંસલો

Mansi Patel

હિંદુ સમાજ પાર્ટી દ્વારા આરોપીને સભ્ય બનાવવાના આરોપ અંગે જૈમેની દવેએ કર્યો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!