GSTV
Gujarat Government Advertisement

એક કેસ આપો જેમાં સરકારની સારવાર નથી પહોંચી, હાઇકોર્ટ સ્વાઇનફ્લુ મામલે લાલઘૂમ

Last Updated on February 11, 2019 by Karan

ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ માથું ઉંચક્યું છે. દિવસે ને દિવસે રાજ્યમાં આ રોગ વકરી રહ્યો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુને નાથવામાં રૂપાણી સરકાર અસફળ રહી છે. આજે પણ રાજકોટમાં 2 વ્યક્તિનાં મોત થયા છે. સરકારના પ્રયત્નો અપૂરતા રહેતાં હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો છે. સ્વાઈન ફલૂથી થતા મોત મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. હાઇકોર્ટે અરજદારને ગ્રામીણ વિસ્તારમાં સારવારના વિલંબને લીધે સ્વાઇન ફ્લૂથી કોઈનું મોત થયું હોય એવા કિસ્સા પ્રકાશે લાવવા કહ્યું છે. હાઇકોર્ટ સ્વાઇન ફ્લુ મામલે લાલઘૂમ થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વધતાં સ્વાઇન ફ્લુને નાથવામાં સરકારને આંખે પાણી આવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 60ને પાર કરી ગયો છે.

સરકારને આદેશ કે શું પગલાં ભર્યા રિપોર્ટ રજૂ કરો

સ્વાઈન ફલૂને અટકાવવા માટે જે પગલાં અને સેન્ટર ખોલવામાં આવ્યા એ કામ કરે છે કે કેમ એ અંગે સરકાર જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું વાઈરસ કઈ રીતે ફેલાય છે એ જાણી શકાયું નથી પરંતુ તંત્ર દ્વારા તેને અટકાવવા માટે શુ પગલાં લેવાય તેના પર ભાર આપી શકાય. સ્વાઈન ફલૂગ્રસ્ત વિસ્તારોમાં વાઇરસને ડામવા શુ પગલાં લેવાયા એ અંગે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવાનો હુકમ કરાયો છે.

શિયાળાની જતી ઠંડીએ સ્વાઇન ફલૂના કેસો સતતને સતત વધી રહ્યા છે. જેમાં શનિવારના રોજ એક જ દિવસમાં વધુ 75 કેસ નોંધાયા છે. તો પોરબંદર ખાતે સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. તો અત્યારસુધીમાં કુલ મૃત્યુઆંક 55 થયો છે. તો હજુ પણ 480 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો જાન્યુઆરીથી આજદિન સુધીમાં કુલ 1262 કેસ નોંધાઇ ચૂક્યા છે. તો કુલ 727 દર્દીઓ સ્વાઇન ફલૂથી સારવાર લઇને સ્વસ્થ થયા છે

ગુજરાતમાં આજે વધુ 2 મોત

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુનો કેર યથાવત જોવા મળી રહ્યો છે અને રાજકોટમાં એક દિવસમાં બે દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 50 વર્ષના આધેડ શખ્સનું સ્વાઈન ફ્લુના કારણે મોત નિપજ્યું છે. જસદણના સાણથલીના આધેડ શખ્સનું ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. તો જૂનાગઢના એક શખ્સનું પણ રાજકોટમાં સ્વાઈન ફ્લુથી મોત થયુ છે. છેલ્લા 42 દિવસમાં સ્વાઈન ફ્લુથી કુલ મૃત્યુઆંક 34 થયો છે. ઉલ્લેખનિય છેકે, ગઈકાલે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બે વ્યક્તિનાં સ્વાઈન ફ્લુથી મોત નિપજ્યા હતાં.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!