ગીતા રબારીએ શહીદો માટે કર્યો લોકડાયરો અને નોટોનો થયો વરસાદ, જુઓ VIDEO

સમગ્ર દેશ પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અને શહીદોના પરિવાર માટે ફંડ આપવા તત્પરતા દર્શાવે છે. ત્યારે સુરતમાં લોકડાયરા થકી શહીદ પરિવારજનો માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જાણીતા ગુજરાતી લોકડાયરા કલાકાર ગીતા રબારીએ દેશભક્તિના ગીત પર ફંડ એકત્ર કર્યુ હતુ અને લોકોએ પણ મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. કેટલાક લોકોએ બે હજાર રૂપિયાની ચલણી નોટનો પણ વરસાદ વરસાવ્યો હતો. આ રીતે એકત્ર થયેલું ફંડ શહીદી વહોરનારા જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter