GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

કચ્છમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છની પ્રસિધ્ધ લોકગાયિકા ગીતા રબારીને પણ ડેન્ગ્યુ થયો છે.ગીતા રબારીનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સાથે સાથે કચ્છમાં સિવિલ સર્જન અને સાત જેટલા તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ ડેન્ગ્યુ હહાકાર મચાવી રહ્યો છે…મનપાના કોર્પોરેટર વિજય વાંકની પત્નીને ડેન્ગ્યુની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. સાથે જ વિજય વાંકને પણ તાવની અસર થઈ છે. મંગળવારે વધુ 24 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. કુલ 512 કેસ નોંધાયા છે. આશા બહેનો, 100 મલેરિયા વર્કસ સહિત 500નો સ્ટાફ મનપાએ મેદાને ઉતાર્યો છતાં ડેન્ગ્યુ પર કાબુ મેળવવામાં મનપા અસફળ રહી છે. અગાઉ રાજકોટ જિલ્લાના ડીડીઓ અનિલ રાણાવસિયાને ડેન્ગ્યુ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ અધિકારીઓ, પદાધિકારીઓ પણ ડેન્ગ્યુના સકંજામાં સપડાયા છે.

જામનગરમાં રોગચાળાએ માઝા મુકી છે. જામનગરમાં નવગામ ધેડમાં રહેતી એક મહિલાનું ડેન્ગ્યુથી મોત થયું. આ મહિલાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી. રાજકોટથી પરત ફરતી વખતે મહિલાનું મોત નીપજ્યું. ત્યારે 24 કલાકમાં ડેન્ગ્યુના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાટણ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે રાધનપુર તાલુકાના કુંતાસરી ગામમાં રોગચાળો બેકાબુ બન્યો છે. ગામમાં 50થી વધુ તાવ અને પાણીજન્ય રોગના કેસ નોંધાયા છે. એકબાજુ વરસાદી પાણી તો બીજી બાજુ પાણી પુરવઠા દ્વારા ગંદુ પાણી આપવામાં આવે છે. જેથી આ પાણી ગંદુ અને દુર્ગંધ મારે છે. ગ્રામજનોનું કહેવુ છે કે, ગામમાં પીવાનું પાણી પણ ગંદુ આવે છે. જેથી રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. અને આ વિસ્તારમાં પેટાચૂંટણીનો માહોલ હોવાથી આરોગ્ય તંત્ર ધ્યાન આપતુ નથી.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!