GSTV

જનતા દંડ ભરી ભરીને મરી રહી છે, જ્યારે નેતાઓ અને કલાકારો નાચવામાંથી ઉંચા નથી આવતા !

દેવભૂમિ દ્વારકામાં લગ્ન પ્રસંગે ગીતા રબારીના દાંડીયા રાસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. ખુદ સાંસદ પૂનમ માડમ માસ્ક વિના રાસ રમતા નજર પડ્યા હતા. નવી મોવાણ ગામે ભીખુ ભાઈ ગોજીયાના નિવાસ સસ્થાને લગ્ન બાદ રિસેપ્શન કાર્યક્રમ હતો. ત્યાં કોરોનાકાળ વચ્ચે મોટી સખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને ગીતા રબારીના તાલ સાથે ભાજપ સાંસદ પૂનમબહેન માડમ ગરબે ઘુમ્યા હતા. આ સમયે તેઓએ માસ્ક પણ પહેર્યુ ન હતુ. પૂનમ માડમ પણ માસ્ક વિના રાસ રમતા અને સ્ટેજ પર ઉભા નજરે પડ્યા હતા.

દ્વારકા જિલ્લામાં નવી મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના દાંડીયા રાસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા. સાસંદ સભ્ય પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. નવી મોવાણ ગામે ભીખુભાઇ ગોજીયાના નિવાસ સ્થાને ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રીસેપ્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત હતા.

ગીતા રબારીના તાલ સાથે રાસ લેવામાં ભાજપના સાસંદ પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. ભીખુભાઈ ગોજીયા સમર્થ ગ્રુપ ઓફ કંપનીના આંગણે નવી મોવાણ ગામે યોજાયેલા ભવ્ય રીસેપ્શન પ્રોગ્રામમાં ગીતા રબારી જેવા કલાકારોએ રાસની રમઝટ બોલાવી હતી. કોરોના મહામારી વચ્ચે મોટી જન મેદની વચ્ચે નીતિ નિયમો નેવે મૂકીને આ આખોય કાર્યક્રમ યોજાયો હતો. અનેક લોકો માસ્ક વિના લગ્ન રીસેપ્શનમાં નજરે પડ્યા તો ભાજપના નેતા પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા અને સ્ટેજ પર ઉભા નજરે પડ્યા હતા.સામાજિક અંતર અને નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

READ ALSO

Related posts

Good News : આજે ફરી સોનું થયું સસ્તું, જાણો શું છે આપના શહેરમાં 10 ગ્રામનો ભાવ

Mansi Patel

સૂટબૂટવાળા મિત્રોનું 8,75,000 કરોડનું દેવું માફ પણ ખેડૂતોની પૂંજી સાફ કરવાની છે મોદી સરકારની મુરાદ, રાહુલનો સરકાર પર વાર

Karan

પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!